________________
રપ૩ કરે છે. ગતિમાં ધર્મના જેવું એક નિષ્ક્રિય કારણ અવશ્ય સ્વીકારવું જોઈએ. અદષ્ટની સત્તા સ્વીકારીએ તો પણ તેથી ધર્મ એક સત તેમ જ અજીવ દ્રવ્ય છે એ મતને કોઈ પણ રીતે બાધ આવતો નથી.
અધર્મ
વિશ્વવ્યાપારના આધારની શેધ કરવા જતાં અનેક દર્શને ખાસ કરીને પ્રાચીન દર્શને બે વિરોધી તરોની શોધ કરે છે. જરથુષ્ય પ્રવર્તાવેલા ધર્મમાં આપણે “અહુરામજદ” અને “અહરિમાન” નામે બે પરસ્પર વિરોધી-હિતકારી અને અહિતકારી દેવતાઓને પરિચય પામીએ છીએ. પ્રાચીન યાહુદી ધર્મમાં અને ખ્રિસ્તી-ધર્મમાં પણ ઈશ્વર અને તેને ચિરશત્રુ શયતાન વિદ્યમાન છે. દેવ અને અસુરની ભારતમાં પુરાતન ધર્મ કથા છે. ધર્મવિશ્વાસની વાત છેડીને જે આપણે દાર્શનિક તત્ત્વવિચારની આલેચન કરીએ તો ત્યાં પણ દૈતવાદની એક અસર જોવામાં આવે છે. એ બધા દૈતવાદમાં આત્મા અને અનાત્માને ભેદ ખાસ ઉલ્લેખ યોગ્ય છે અને એ ભેદની કલ્પના લગભગ દરેક દર્શનમાં કોઈને કઈ રીતે રહેલી છે. સાંખ્યમાં એ દૈત પુરુષપ્રકૃતિના ભેદરૂપે વર્ણવામાં આવ્યું છે, વળી વેદાંતમાં બ્રહ્મ અને માયાના સંબંધના વિચારમાં તો કાંઈક આભાસ જણાય છે. ફ્રેંચ ફિલસુફ ડેકોર્ટના અનુયાયીઓ આત્મા અને જડની ભિન્નતા જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org