________________
(3) "कलिंगराजवंसपुरिसयुगे माहारजाभिसेचनं पापुनाति [1] अभिसितमतो च पधमे वसे वातविहतगोपुरपाकारनिवेसनं पटिसंखा. रयति । कलिंगनगरि [f] खबीरइसितालतडागपाडियो च बंधापति સવુચાનસિંઘનું રા”
એ રીતે ૨૪ વરસની ઉમ્મરે જ્યારે જ્ઞાન તથા ધર્મથી જાણકાર બનીને યૌવનમાં પગ મૂક્યો ત્યારે તેણે કલિંગ–રાજવંશીઓની સાથે પુરીના યુદ્ધમાં ત્રીજી વાર વિજય મેળવ્યો. એ વિજયથી એની મહારાજ-પદવી પવિત્ર થઈ. રાજ્યાભિષેક પછી એણે વિપ્રધર્મ –અર્થાત વેદશાસિત બ્રાહ્મણ્ય ધર્સમાં આસક્ત બની, વાવાઝોડાને લીધે જે નગર, કીલ્લા તથા ઘરો જીણું બની ગયાં હતાં તેનો પુનરૂદ્ધાર કરાવ્યું. કલિંગ શહેરમાં દરિદ્ર (અથવા સાધુઓ) ને માટે તળાવ, ઘાટ બંધાવ્યાં અને બીજી જરૂરી વસ્તુઓને સારૂ ચિરસ્થાયી બદબસ્ત કર્યો.”
પ્રિન્સેપ એવો અર્થ ઉપજાવી અનુમાન બાંધે છે કે ખારવેલ ક્યા ધર્મમાં શ્રદ્ધા ધરાવતો તે અચોક્કસ છે. “વિપ્ર ધર્મમાં આસક્ત” હતો તે જ બતાવે છે કે એ જૈન નહીં હોય. પણ બીજા હાલના પંડિતો એ લેખનો અર્થ આ. પ્રમાણે કરે છે?
તે ૨૪ વર્ષની વયે, કલિંગરાજવંશના ત્રીજા પર્યાયમાં મહારાજ પદે અભિષિક્ત થયા. રાજત્વના પહેલા વર્ષમાં તેણે વાવાઝોડાથી જીર્ણ થએલા નગર, કીલ્લા તથા ઘરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. કલિંગ નગરમાં તેણે શીતળ તળાવ તથા ઉદ્યાન આદિનું પુનર્નિમાણ કરાવ્યું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org