________________
૨૨૯ (૧૪૭) એકતાલીસમું અયશકીર્તિ કર્મઃ યશકીર્તિથી ઉલટું. (૧૪૮) બેતાલીસમું તીર્થકર કર્મઃ તીર્થકરત્વ પ્રાપ્ત કરાવે.
કર્મના બે ભેદ, ઘાતી અને અધાતી. ઘાતકર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચારને સમાવેશ થાય છે. મતિજ્ઞાનાવરણુય આદિ અવાંતર ભેદ ગણતાં ૪૭ પ્રકાર થાય. અઘાતીના પણ ચાર ભેદ-વેદનીય, નામ, ગોત્ર, અને આયુષ. સાતાદનીય આદિના ભેદે અધાતીના ૧૦૧ ભેદ. મતલબ કે કર્મના પ્રકાર, પ્રકૃતિ અથવા ભેદના બધા મળીને ૧૪૮ પ્રકાર થાય.
કર્મની સ્થિતિ જીવ પદાર્થને વળગેલા કર્મનો ક્ષય એનું નામ નિર્જરા. નિર્જરાના અવિપાક અને સવિપાક એવા બે ભેદ છે. કર્મ પુદ્ગલ ફલ આપવા તૈયાર થાય તે પહેલાં જ કઠેર તપશ્ચર્યાદિથી એને ક્ષય કરી નાખો એ અવિપાક નિજા. તપશ્ચર્યા વિગેરેની સહાયથી જે આ કર્મને ક્ષીણ કરી દેવામાં ન આવે તો તે જીવન સાથે મળીને, વિવિધ ફળ ભોગવવે અને એની ચોક્કસ મુદત પૂરી થયેથી જીવને ત્યાગ કરી જાય. આ બીજાનું નામ સરવિપાક નિર્જર.
જે સંસારી જીવને અવિપાક નિર્જર નહિ, પણ સવિપાક નિર્જરા વેદવી પડે છે તેની સાથે કયું કર્મ કેટલે કાળ રહે છે એનું માપ પણ જૈન શાસ્ત્રોએ કાઢી બતાવ્યું છે. આચાર્યો એને “સ્થિતિબંધ” અર્થાત કર્મનો સ્થિતિકાળ કહે છે. સ્થિતિ બે પ્રકારની (૧) પર સ્થિતિ (Maximum અયશકીર્તિ
–આ કર્મવડે અપયશ અને અપ દીપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org