________________
२४०
મુકિતમાર્ગમાં કંટક પાથરતા આ પરિસોનું મૂળ કયાં છે? કર્મબંધ જ એનું મૂળ કારણ છે. જ્ઞાનાવરણીય કર્મમાંથી પ્રજ્ઞા અને અજ્ઞાન ઉપજે છે, દર્શનમોહનીય કર્મમાંથી અદર્શનપરિસહ જન્મે છે. અંતરાય કર્મમાંથી અલાભ–પરિસિહ ઉદ્દભવે છે અચલક, અતિ, સ્ત્રી, નધિકી, આક્રોશ, યાચના, સત્કાર–પુરસ્કારના મૂળમાં ચારિત્રમેહનીય કર્મ છે. બાકીના પરિસહ વેદનીય કર્મનો વિપાક છે.
કર્મના વિપાક કોઈને છેડતા નથી. જીવની પાછળ જ પડે છે. જે સાધકે હજી મા ગુણસ્થાને નથી પહોંચ્યા તેઓને જુદા જુદા પરિવહી સંભવે છે. જેને સંપરાય – કષાયનો વિશેષપણે સંભવ હોય તેઓ
બાદર સંપરાય ” ગણાય છે. જૈનાચાર્યો કહે છે કે બાદર – સંપાય સાધકને આ બાવીસ પરિસહ સંભવે છે. જે સાધકને અતિ અલ્પમાત્ર લોભ-કવાય બાકી રહી ગયે છે, અને બાકીના બધા કષાય નાશ પામ્યા છે તેઓ “સૂક્ષ્મ સંપરાય” ગણાય છે – તેઓ દશમા ગુણસ્થાને આરૂઢ હોય છે. જેમનું ચારિત્ર મેહનીયકર્મ ઉપશાન્ત થયું છે. તેઓ ઉપશાન્ત મહ-અગીયારમા ગુણસ્થાનકે વર્તે છે. જેમના મેહ સર્વથા નાશ પામ્યા છે તેઓ ક્ષીણમેહ અર્થાત બારમા ગુણસ્થાને વિરાજે છે છતાં કર્મનું પરિબળ એવું છે કે આ સૂક્ષ્મસં૫રાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ સાધકને પણ અચેલ, અરતિ, સ્ત્રી, નધિકી આક્રોશ. યાચના, સત્કારપુરસ્કાર અને અદર્શન સિવાયના બાકી ચૌદ પ્રકારના પરિસહ સહેવા પડે છે. જે પુરૂષપ્રવર ચાર પ્રકારના ઘાતી કર્મને સમૂળ ઉછેદ કરી નિર્મળ કેવળજ્ઞાનના અધિકારી બને છે તે “જિન” અથવા અર્વત” – સર્વજ્ઞ અહંત-તેરમા ગુણસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org