________________
જાણવા છતાં એને અતત્વ તરીકે સ્થાપવું એ ઉપઘાત. જે જીવ ફક્ત પ્રદોષાદિ દોષે કરીને દુષિત હોય છે તેના સંબંધમાં જૈનાચાર્યો કહે છે કે તે જીવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો આશ્રવ થાય. પરિણામે એ જીવના જ્ઞાન અને દર્શન ઢંકાએલાં રહે. તે જ પ્રમાણે દુઃખ શેક, આક્રંદ, વધ, તાપ, પરિવેદના એ બધાં પૂર્વોક્ત અસાતા વેદનીય કર્મના આશ્રવમાં નિમિત્ત કારણ છે. દુઃખને અર્થ કષ્ટ, શોકનો અર્થ પ્રિયવિયોગને કલેશ, અનુચના અથવા અનુતાપ એટલે સંતાપ. આંખમાંથી આંસુ કાઢવા એ આકંદ, પ્રાણહિંસા એ વધ, બીજાના દીલમાં દયા આવી જાય એવું આક્રંદ કરવું અથવા શાક બતાવો એનું નામ પરિવેદના દુઃખાદિ છ પ્રકારના વિભાવને અનુભાવક પોતાને વિષે જેમ અનુભવે તેમ બીજાને પણ અનુભવાવે અથવા તો પોતે પણ અનુભવે અને સાથે બીજાને પણ અનુભવાવે. એ રીતે દુઃખાદિ છ વિભાગ અઢાર ભેદે પરિણમે. જૈનાચાર્યો કહે છે કે આ અઢાર પ્રકારના વિભાવને લીધે અસાતવેદનીય કર્મને આશ્રવ થાય. ભૂતાનું કંપા,વ્રતાનુકંપા, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિજેરા, બાળતપ, યોગ, ક્ષાતિ અને શૌચ; આ દશ સાતવેદનીય કર્મનાં આશ્રવ–કારણ છે; સુખે કરીને વેદી શકાય એવા કર્મો એથી આશ્રવ થાય. સર્વ પ્રાણી પ્રત્યે કરૂણા એ ભૂતાનુંકા. વ્રતધારી સાધુઓ પ્રત્યે અનુકંપા એ વ્રતાનુકંપા. રાગમિશ્રિત સંયમનું નામ સરાગસંયમ વ્રતપરિપાલન કરતા થકા જે કેટલાક કષાયોનું નિયમન થાય તે સંયમસંયમ. અવિચલિતપણે કર્મનાં નિર્દિષ્ટ ફળ ભોગવી લેવાં એનું નામ અકામનિર્જરા. સમ્યમ્ જ્ઞાનની સાથે જેનો મુદ્દલ સંબંધ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org