________________
૨૩૨ સંમિશ્રિત રહે છે. અનાદિકાળથી જીવ બદ્ધકર્મ છે. એ જિનસિદ્ધાંત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જીવના પ્રદેશ પ્રદેશે કર્મ પુદગલ છવદ્રવ્યની સાથે સંમિશ્રિત થઈને જીવને
બદ્ધ અવસ્થામાં રાખે છે. જીવન વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ નિર્મળ ગુણોને ાંકી દે છે. એટલે જ જીવ અનાદિકાળથી દુઃખ-મોહમય આ સંસારમાં પરિભ્રમણ કરે છે. એનું જ નામ પ્રદેશબંધ.”
ચાર પ્રકારના બંધ હોવાથી કર્મના પણ ચાર પ્રકાર વર્ણવ્યા છે. હવે આપણે આઠ પ્રકારના કર્મના આવકારણ અને કર્મના વિપાક વિષે વિચાર કરીએ
કર્મનાં આશ્રવ–કારણું ઉપર આપણે જોઈ ગયા કે જીવના વિભાવને લીધે જીવમાં કર્મને આસ્રવ થાય છે-ર્મનું આગમન થાય છે. (કર્મના આશ્રવ પછી જે અશ્રુત કમ જીવપ્રદેશના એક ક્ષેત્રમાં અવગાહન કરે–એકત્રપણે રહે તેને બંધ અથવા કર્મબંધ કહેવામાં આવે છે.) કયા પ્રકારના વિભાવથી જીવને વિષે કયા પ્રકારનો આશ્રવ થાય તે અહીં ટુંકમાં કહી દઉં.
જૈન દાર્શનિક કહે છે કે પ્રદે, નિહ્નવ, માત્સર્ય, અંતરાય, આસાદના અને ઉપઘાત: એ રાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવમાં કારણભૂત છે. શંકાસમાધાન પછી પણ શાસ્ત્રમાં શ્રદ્ધા એ પ્રદોષ જ્ઞાનનું ગોપન એ નિલવ. હિંસા, દેવ કે પૃથ્વીને લીધે જ્ઞાન આપવામાં સંકોચ રાખવો એ માત્સર્ય. જ્ઞાતિના માર્ગમાં વિદન નાખવું એ અંતરાય. કાયથી કે વાક્યથી, બીજાએ બતાવેલા સન્માર્ગને અપલાપ કરો એ આસાદના.. સત્યને સત્યરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org