________________
૨૦૦
તરફ્ નાસી ગયા. પછી ખારવેલે મગધના ગંગાજળમાં પેાતાના હાથીઓને નવરામ્યા, હાથીની તૃષા છીપાવી. ખારવેલવાળા શિલાલેખમાં તે એટલે સુધી લખ્યું છે કે મગધરાજે પગે પડી ખાવેલની માફી માગી. મગધ સાથેના વેરના લિગે એરીતે અલા વાળ્યો.
આવે! પરાક્રમી ખારવેલ એટલા જ ધર્મપરાયણ હતા. એ સર્વવિદ્યાઓમાં પારંગત હતા. પ્રજાના ભલા અર્થ તેણે દાન આપવામાં પાછુ વાળીને નથી બ્લેયું. એણે જ તળાવા ખાદાવ્યાં, જુનાં ધરેની મરામત કરાવી, નવાં ધર બધાવ્યાં, જે પાણીની નહેરા બંધ પડી હતી તે પાછી ચાલુ કરી, ઉત્સવા શરૂ કર્યાં અને ધર્મસભાત્રે પણ ભરવા માંડી,
ખારવેલની બીજી એક વિશેષતા એ છે કે એ પેાતે જૈનધર્માવલી હાવા છતાં તેખે ભીન્ન ધર્મ પ્રત્યે પણ આદરભાવ બતાવ્યા છે. બ્રાહ્માને તેણે ઘણાં દાન આપ્યાં છે. વારાણસી તેા વેદાનુયાયીઓનું અને બૌદ્ધોનું પણ તીર્થધામ છે. એ જ વારસીમાં ખારવેલે ઘણાં પુણ્યકાર્ય કર્યાં. સ ધર્માં વિષેની સમભાવના ભારતીય રાજવી સંસ્થાની એક વિશેષતા છે. મહારાન ખારવેલના લેખમાં એવું સ્પષ્ટપણે નહેર કરવામાં આવ્યું છે કે પાંખડીએ-અર્થાત્ જીંદા જૂદા ધવાળાએ પણ ખારવેલનાં સતત ગુમાન કરે છે.
મહારાજા ખારવેલે, હસ્તિસિંહના પ્રપૌત્ર લલકની કન્યા સાથે લગ્ન કર્યું હતું. મહારાજાની જેમ મહારાણી પણ ખુબ ધર્મપરાયણા હતી ખારવેલની જેમ એ મહારાણીએ જૈન મુનિએની ખાતર ગુફામંદિર બંધાવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org