________________
૨૦૨
ડૉકટર ફલીટ “નતનુત..રામા...રિસ્ટ મછિન વ વાવ વિસતિ જતવિચમ ઘાવતિ' એ શબ્દોને આ અર્થ કરે છે.
મૌર્ય રાજાઓની વખતથી જે લુપ્તપ્રાય થઈ રહ્યા હતા તે સાત અંગવાળા જૈન આગમના ચોસઠ અધ્યાય અને બીજા પરિચ્છેદોને પણ એણે પુનરૂદ્ધાર કર્યો.” ફલીટ કહે છે કે આ પદમાં ભગવાનલાલ ઇંદ્રજી કહે છે તે કઈ પ્રકારનો સમયનિર્દેશ નથી.
અગીયારમી પંક્તિના અનુવાદમાં ભગવાનલાલ કહે છે કે ૧૩૦૦ વરસથી પૂર્વના રાજાએ ગદભનગરમાં જે કરવેરા અથવા તનપદભાવન લેતા તે ખારવેલે રદ કર્યા.” ફલીટ આ અનુવાદ નથી માનતા. તેઓ એ વાકયને આવો અર્થ કરે છે?
૧૧૩ વરસથી જે શહેર ખંડીયેર બન્યું હતું, જેમાં માત્ર પ્રવાસીઓ જ ઉતરતા તે ઉકંગ નગરને (અથવા તે પૂર્વજોએ પ્રતિષ્ઠિત કરેલા નગરને) તેણે ફરી ઉદ્ધાર કર્યો.” ડ. ફલીટ, વધુમાં એમ પણ કહે છે કે, આમાં ખારવેલના સમયને કંઈક આ છે નિર્દેશ મળે છે. ઈ. સ. પહેલા ૨૫૬ માં અશકે કલિંગ જીત્યું. એટલે એ જ સમયમાં ઉકંગ નગર ખંડીયેર બન્યું હોવું જોઈએ. એ પછી ૧૧૩ વર્ષે ખારવેલે એને પુનરૂદ્ધાર કર્યો. મતલબ કે ૨૫૬–૧૧૩=૧૪૩ (ઇ. સ. પૂર્વે )માં ખારવેલેના રાજત્વનું અગીયારમું વર્ષ ચાલતું હશે. એ હીસાબે ઇ. સ. પૂર્વે ૧૫૪ માં ખારવેલે રાજદંડ ધારણ કર્યો હવે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org