________________
(૬૦) એકેન્દ્રિય જાતિઃ એકેન્દ્રિય જાતિકમના ઉદયથી
જીવ એક માત્ર સ્પર્શનેન્દ્રિય પ્રાપ્ત કરે. (૬૧) બેઈન્દ્રિય જાતિઃ એના ઉદયથી છવ સ્પર્શ અને
રસના એ બે ઇન્દ્રિય મેળવે. . (૬૨) તેઈન્દ્રિય જાતિઃ એના ઉદયથી જીવ સ્પેશ, રસના
અને ઘાણ એમ ત્રણ ઈન્દ્રિય મેળવે. (૬૩) ચૌરિક્રિય જાતિઃ એના ઉદયથી છવ સ્પર્શ, રસના,
ઘાણ, અને ચક્ષુ એમ ચાર ઈન્દ્રિય મેળવે. | (૬૪) પંચેન્દ્રિય જાતિઃ એના ઉદયથી જીવ પાંચ ઈન્દ્રિય
મેળવે. |
ત્રીજું શરીર કર્મ:એનાથી જીવનું શરીર નિર્દિષ્ટ થાય. શરીરના પાંચ પ્રકાર છે એટલે શરીરકમ પણ પાંચ પ્રકારનું ? . (૬૫) ઔદારિક શરીરઃ એના ઉદયથી છવ મનુષ્ય અને
તિયચનું સ્થૂલ શરીર મેળવે. (૬૬) વૈક્રિયિક શરીરઃ શરીરને હાનું યા હાટું બનાવી
શકાય એ વૈક્રિયિક શરીર. આ કર્મના ઉદયથી જીવ
દેવ તથા નારકીનું વૈક્રિયિક શરીર મેળવે. (૬૭) આહારક શરીર છઠ્ઠા ગુણઠાણવાળા મુનિને જે
તત્ત્વાર્થ સંબંધી કંઈ શંકા થાય તે શંકાનું સમા
આહારક શરીર નામકમ-શ્વેતામ્બર માન્યતા પ્રમાણે ચૌદ પૂર્વધર મુનિને તસ્વાર્થ સંબંધી કંઈક શંકા થાય કે તીર્થકરના દર્શનની ઇચ્છા થાય ત્યારે શંકાના સમાધાન માટે કે દર્શન માટે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થકરની સમીપે જવા માટે આ કર્મના હદયથી એક હાથ પ્રમાણુ શરીર કરે છે. કાર્ય પૂર્ણ થયા પછી કપૂરની માફક વિખરાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org