________________
૧૯૮ “અન્ય મતાવલંબીઓ પણ જેની સતત પૂજા કરે છે તે—શત્રુઓને સંહારનાર, લક્ષપતિ, બહુ પર્વતને નિર્ભય અધિપતિ, સૂર્ય સમે, વિજેતા ખારવેલ.”
ખારવેલવાળા આ શિલાલેખમાં, ઉપર જે પાઠ આપ્યા છે તેમાં ઘણી અશુદ્ધિઓ છે. પંક્તિઓના અર્થ સંબંધમાં પણુ પંડિતે એકમત નથી. શિલાલેખનાં અક્ષરે-વા ઘણેખરે સ્થળે ખંડિત છે. એટલે પાઠ તેમજ અર્થને બરાબર નિર્ણય થઈ શકતો નથી. છતાં જે કંઈ સમજાયું છે, સ્વીકારાયું છે તે ઉપરથી, ઉપરોક્ત અશોકવાળા શિલાલેખ કરતાં,
ખારવેલના આ લેખનું ઐતિહાસિક મૂલ્ય જરા પણ - ઉતરતું નથી.
અશોકના શિલાલેખની જેમ ખારવેલના આ શિલાલેખથી એ લેખ છેતરાવનાર નૃપતિના જીવનચરિત્રની કેટલીક માહીતી મળે છે. એના પડોશના રાજ્ય સંબંધી પણ થાડી વિગત જાણી શકાય છે.
ખારવેલનો શિલાલેખ, ખારવેલ પિતે જૈનધર્માવલંબી હતો એમ નિસંદેહપણે સિદ્ધ કરે છે. જ્યારે રાજગાદીએ આવ્યો ત્યારે જે કે કલિંગ સ્વતંત્ર હતું, પણ તે પહેલાં થોડા જ સમય અગાઉ કલિંગ ઉપર ભયંકર આક્રમણ થયું હતું અને એને લીધે કલિંગની રેયત પાયમાલ બની ગઈ હતી. પ્રસિદ્ધ પ્રસિદ્ધ ચૈત્ય-મંદિર, પ્રાસાદો વગેરે વેરાન બન્યાં હતાં એટલું જ નહીં પણ પ્રચલિત ધર્મ તેમજ સાધુ સંપ્રદાયને પણ ઘણું ઘણું સહન કરવું પડયું હતું. એ બધું આ લેખની પંક્તિઓમાં બરાબર જળવાઈ રહ્યું છે. કલિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org