________________
હતે, કેટલા ખંડીયા રાજાઓ હતા અને કેટલા મિત્રરાજ્યો હતાં તેને ઉલલેખ પણ તેમાં છે.
આ શિલાલેખ ઉપરથી એટલું જણાય છે કે મહારાજા અશોકે કલિંગ જિર્યું તે પહેલાં કલિંગ એક સ્વતંત્ર, સુસમૃદ્ધ અને વસ્તીથી ખૂબ આબાદ દેશ હતો. બ્રાહ્મણ, શ્રમણો ( સાધુઓ) અને બીજા ધર્મપરાયણ મહાત્માઓ ત્યાં વસતા. આ નવો મૌર્યસમ્રાટ પિતાના શૌર્યના અભિમાનમાં આંધળો બન્યા. એ કલિંગ જિતવા નીકળ્યો. પણ કલિગે દીનતા ન દાખવી. એ પણ યુદ્ધ કરવા સજજ થયું. ઇતિહાસ તે એ યુદ્ધની વાત ભૂલી ગયો છે. એની સંપૂર્ણ વિગત નથી મળતી. છતાં કલિંગનું યુદ્ધ એક અતિ ત્રાસમય અને રોમાંચકારી ઘટના રૂપે પરિણમ્યું હતું તે અશકના પોતાના લેખ ઉપરથી પુરવાર થાય છે. સ્વદેશની સ્વતંત્રતા સાચવવા, ધર્મ, ધન અને માનની રક્ષા કરવા, લાખો કલિંગવાસીઓએ સામે પગલે ચાલીને પિતાના દેહનાં બલિદાન ધરી દીધાં લાખો કલિંગવાસીઓ મોર્ય સમ્રાટના હાથમાં બંદીવાન તરીકે પકડાયા કેટલાય લોકોને પોતાને વહાલા વતનને ત્યાગ કરે પડ્યો. અનેકેને અસહ્ય યંત્રણાઓની ચક્કીમાં પીસાવું પડયું. અશોક આ યુદ્ધમાં જિ. કલિંગ, મગધસમ્રાટના ચરણમાં આળોટવું. . પણ મનુષ્યત્વની દષ્ટિએ જોઈએ તે કલિગે જ અશોક ઉપર પિતાને વિજય વર્તાવ્યો. કલિંગ-યુદ્ધની ભયંકર માનવહિંસાએ, કલિંગયુદ્ધમાં વર્તલા પાશવી જુલમે, અશોકનું કાળજું ચીરી નાંખ્યું. એ પછી અશોક એક પણ યુદ્ધ નથી લડો. કલિંગયુદ્ધ એના જીવનનું છેલ્લું યુદ્ધ બન્યું. એ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org