________________
૧૮૫
રાજ્યમાં અને સેકડે! યાજન દૂર આવેલાં સીમા ઉપરના પ્રદેશમાં એ પ્રકારના ધર્મવિજય પ્રવર્તાવવામાં આનંદ માને છે. યવનરાજ એન્ટિયેાકાસના રાજ્યમાં અને એન્ટિયેાકાસના રાજ્યની સરહદ પછીનાં ટાલેમી, એન્ટિગેાનસ, મેગાસ અને એલેકઝાંડર એ ચાર નૃપતિના રાજ્યમાં, દક્ષિણે ચાલરાજ્ય અને પાંડષ રાજ્ય, તેમજ તામ્રપણી પ`ત બધાં સ્થાનામાં, વિશત્રજિ યંત્રન, કાંખેાજ, નાલાક, નભપથી, ભાજ, પિટિનિક, આંધ્ર, પુલિંદ આદિ સર્વ જાતિના રાજ્યામાં હવે દેવપ્રિયનું ધર્માનુશાસન પળાય છે. જે જે દેશામાં દેવપ્રિયના દૂત ગયા છે તે તે દેશાની પ્રજાએ દેવપ્રિયને ધમ સાંભળ્યે છે, અને પાળ્યા પણ છે. એ રીતે બધે ધર્મના વિજય થયે છે. દેવપ્રિયને એથી ઘણા આનદ થયા છે. પણ એ આનંદ એની પાસે તુચ્છ છે. તે પારલૌકિક કલ્યાણને વધુ શ્રેયસ્કર સમજે છે. એટલા સારૂ આ અનુશાસનલિપ તૈયાર કરવામાં આવી છે. મારા પુત્રા અને પ્રપૌત્રા હવે નવાં રાજ્ય જીતવાની ઉત્સુક્તા માંડી વાળે. ધર્મવિજય સિવાયના ખીજા ક્રાઈ વિજયની એમને વૃત્તિ ન થાય. અસ્ત્રશસ્ત્રની સહાયથી સાચે વિજય મેળવી શકાતા નથી. ધ વિજય જ આ લેાકમાં અને પરલેાકમાં પણ મંગળકારી છે. એમને ધર્મવિજયમાં જ શ્રદ્ધા રહેઃ એ જ “ઉભય લેાકને વિષે હિતકર છે.”
ઈતિહાસદૃષ્ટિએ આ શિલાલેખ ઘણુા મૂલ્યવાન છે. એમાં ભારતવર્ષ અને આસપાસના દેશનું એ સમયનું વરણ મળે છે. ગ્રીક રાજાઓનાં જે નામ એમાં છે તે અધા સુપ્રસિદ્ધ ઐતિહાસિક છે. અશાકના સમયના નિણૅય કરવામાં એ ઉપયાગી થઇ શકે છે. મૌય સામ્રજ્યના કેટલા વિસ્તાર
-
Jain Education International
"3
For Private & Personal Use Only
www.jainelibrary.org