________________
૧૯. ચાર વ્રતોને પાંચ વ્રતોમાં વહેંચી નાખવાનું યોગ્ય લાગ્યું. વસ્તુતઃ સિદ્ધાંતની દષ્ટિએ બને તીર્થકરોની પ્રરૂપણામાં કંઈ જ ભેદ નથી.”
અચેલક અને સચેલક વિષયની ચર્ચા કરતાં ગૌતમ સ્વામી બીજે પણ એક ખુલાસો કરે છે ?
વસ્ત્રનો ત્યાગ સ્વીકાર સંબંધમાં પણ કંઈ મતભેદ નથી. લોકોના વિશ્વાસને માટે જ નાના પ્રકારનાં ઉપકરણોની કલ્પના કરેલી છે. સંયમના નિર્વાહને માટે તથા પોતાના જ્ઞાનને માટે પણ લોકમાં વેષનું પ્રયોજન છે. બાકી નિશ્ચય નય પ્રમાણે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષનાં સત્ય સાધનો છે. એ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાન સ્વામીની એક સરખી પ્રતિજ્ઞા છે. તેમાં માત્ર વહેવાર નયની અપેક્ષાએ છે.
પાર્શ્વનાથ ભગવાનના સંપ્રદાયના નાયક શ્રી કેશકુમારને એથી ખાત્રી થાય છે કે પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાન સ્વામીના ઉપદેશમાં કોઈ પ્રકારનો મૌલિક મતભેદ નથી. એ પછી બન્ને સંપ્રદાયો પરસ્પરમાં સમાઈ ગયા.
એ ઉપરથી આટલો નિશ્ચય થઈ શકે ? (૧) ભગવાન મહાવીર પહેલાં પણ જૈન સંપ્રદાય હતો.
(૨) એ સંપ્રદાય પાર્શ્વનાથને તીર્થકર સ્વરૂપ માનતે અને એમના ઉપદેશમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતે.
(૩) મહાવીર સ્વામીએ, પાર્શ્વનાથના શાસનને સંસ્કારી, સંશોધી એને ખૂબ પ્રચાર કર્યો, નવું કંઈ કહેવાપણું એમને ન હતું. કેશી-ગૌતમ સંવાદ, પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિક્તા સિદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org