________________
૧૬૨
બન્ને બાજુના છ ખંડ ઉપર પોતાની આણ ફેલાવીને ચક્રવર્તી બન્યા. અપૂર્વ ચૌદ રત્નને પણ એ સ્વામી બને. હવે વજનાભના વૈભવવિલાસમાં કોઈ પ્રકારની મણું ન રહી.
આટઆટલું રાજ-ઐશ્વર્ય માણવા છતાં વજનાભ એક દિવસ પણ ધર્મને ન ભૂલ્યો, જિનપૂજા ઉપવાસ, દાન, વ્રત, પચ્ચખાણ, સામાયિક વગેરે પુણ્યકાર્યમાં મુદ્દલ પ્રમાદ ન સેવ્યો. એક દિવસે ક્ષેમંકર નામના એક મુનિપ્રવર (તીર્થકર ) ત્યાં આવી ચડ્યા. રાજાને વિનયાદિ ગુણોથી સંતુષ્ટ થઈ તેમણે તેને ધર્મોપદેશ કર્યો. વજનાભની વિષયલાલસા ક્ષણમાત્રમાં ઉડી ગઈ ચક્રવર્તીના બધા વૈભવને તૃણવત લેખી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. કઠોર તપશ્ચર્યાના બળે કરીને તે અધ્યાત્મજ્ઞાનને અધિકારી થયો. - કિરણવેગને કરડનાર પેલો ફણીધર પિતાનાં પાપને લીધે છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થયે. બાવીસ સાગરોપમનું આયુષ ગાળતાં એ હતભાગ્યે ઘણી ઘણું અસહ્ય યંત્રણાઓ વેઠી. તે પછી જવલન પર્વત ઉપર કુરંગક નામે ભીલ રૂપે એણે જન્મ લીધો. વનમાં એ પશુઓની હત્યા વડે દિવસ વીતાવતો હતો. એના દુરાચાર દુષ્કર્મને કંઈ પાર હેતો રહ્યો. | સર્વસ્વનો ત્યાગ કરનાર વજનાભ એજ ગંભીર અરણ્યમાં થઇને એકવાર જતા હતા. કુર કે એમને જોયા અને તેનું પૂર્વ વૈર તાજુ થઈ આવ્યું. અતિ તીવ્ર અને કઠોર મનોભાવવાળા એ કુરંગકે મુનિવરને મારવા પોતાનું તીર સાંધ્યું. તીરની વેદનાથી મુનિરાજે પિતાના પ્રાણ તત્કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org