________________
૧૫
એમના નિર્મળ ગુણાનુ પળે પળે આપણને ભાન થાય છે, આપણા મનોભાવ વિશુદ્ધ અને છે. જેમ જેમ પરિણામ વિશુદ્ધ બનતા જાય તેમ તેમ મુક્તિના માર્ગે આગળ વધાય, બાહ્ય પ્રતિમાના દર્શને, પ્રેક્ષકના મનમાં ઘણા ઘણા પ્રકારના ભાવ જાગે છે. એક સામાન્ય ઉદાહરણુ હ્યા. શહેરમાં એક અસામાન્ય રૂપ-સૌંદ વાળો વેશ્યા વસે છે. એ વેશ્યા અચાનક મૃત્યુ પામે છે. એનું શબ સ્મશાનમાં પડયુ છે. એમાં જીવ નથી, જડવત્ શરીર પડી રહ્યું છે. પાસે થઇને એક કામી પુરૂષ નીકળે છે. એ કામી પુરૂષને આ જડ દેહ જોયા પછી ધ્રુવા વિચાર આવશે? એને એમ નહીં થાય કે આ વેશ્યા જ્યારે જીવતી હશે ત્યારે કેટલી સુંદર દેખાતી હશે ? આ વેશ્યા જ્યારે જીવતી હશે ત્યારે તેના કટાક્ષ માત્રથી કેટલા યુવાતા ઘવાયા હશે ?
એ જ સ્મશાનમાં એક કુતરૂં' આવી યઢે છે. એને એમ લાગે છે કે આ લેાકેા આ જડ દેહને શા સારૂ બાળી નાખતા હશે ? એમને એમ રહેવા દે તે એમને ક્રેવી મેાજ પડે ?
એ જ સ્મશાન પાસે થઇને એક સાધુ પુરૂષ નીકળે છે. તેઓ આ કલેવરને જોઇને ચિતવે છે: “મનુષ્ય દેહ મળવા છતાં આ જીવે એના કેવા દુરુપયેાગ કર્યો ? આ દેહે એણે તપશ્ચર્યા કરી હેત તેા એનુ કેટલુ કલ્યાણ થઈ જાત ?”’
મતલબ કે એક જ અચેતન દેહને જોનારા ત્રણ જણા પેખતાતાની રીતે વિચાર કરે છે: એક મૃત દેહ ત્રણ જણના ચિત્તમાં જૂદા જૂદા ર્ગ પૂરે છે. બાહ્ય વસ્તુના દર્શનની કંઈ અસર જ નથી એમ ન માના. જિન પ્રતિમાનું ધ્યાન ધરવાથી, એમની પૂજા કરવાથી, એમના ગુણાનું સ્મરણ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org