________________
૧૭૬
" એવામાં એમની નજર, પ્રાસાદની ભીંત ઉપર આંકેલા એક ચિત્ર ઉપર પડી. એ ચિત્ર શ્રી નેમિનાથ ભગવાનનું હતું, ચિત્રકારે પિતાનું પુરેપુરું કૌશલ્ય એ ચિત્રમાં ઠાલવ્યું હતું.
“ રાજિમતી જેવી એક અનન્ય અનુરાગ ધરાવનારી સ્ત્રીને, લગ્નને અવસરે ત્યાગ કરી જનાર પુરૂષ તે આજ ? યૌવનના આરંભમાં નવયૌવનાનો ત્યાગ કરનાર આ પુરૂષ કેટલે ઈન્દ્રિયજિત હશે?” પાર્શ્વકુમાર ઉપરોક્ત ચિત્ર જોતાં જ વિરાગ-ભાવનાની પુનિત શ્રેણી ઉપર આરૂઢ થયા. ' વિલાસ અને પ્રમોદની ચોતરફ રેલાઈ રહેલી રાગિણીમાં પાર્શ્વ કુમારે વિષાદના સૂર સાંભળ્યા. ઉત્સવનો બધો આનંદ ઉડી ગયા. એમનું ગૃહસ્થાવાસનું આ ત્રીસમું વર્ષ ચાલતું હતું
સંસારના સ્વરૂપને છુપાવનારો આ પડદો પાર્શ્વકુમારની આંખ આગળ સરી પડ્યો. જે જીવને ઈન્દ્રના અખૂટ વૈિભવ પણ પરિતૃપ્ત કરી શક્યા નહીં તે જીવને આ સંસારના ક્ષણિક સુખોપભગ શી રીતે સંતેવી શકે? સારા સમુદ્રનું પાન કરવા છતાં જેની તરસ ન છીપાઈ તેને આ સંસારના ઝાકળબિંદુ જેવાં સુખ શી રીતે તૃપ્ત કરી શકવાનાં હતાં ? ઈન્દ્રિયસુખ અને ઇન્દ્રિયલાલસાને લીધે નટની જેમ અનેક વિલક્ષણ અભિનયો ભજવતા સંસારી સ્ત્રી પુરૂષોની એક હેટી ચિત્રશાળા પાર્શ્વકુમાર કર્યાયિ સુધી જોઈ રહ્યા. .
સંસારત્યાગ કરવાને એમણે દ્રઢ નિશ્ચય કર્યો. માતપિતાની અનુમતિ લઈ તેઓ સર્વસ્વ ત્યાગ કરી ચાલી નીકળ્યા. દેવોએ અને ઇન્દ્રોએ પણ તે દિવસે મહોત્સવ કર્યો. પાર્શ્વ કુમારનો સંસારત્યાગ એ સંસારને એક મહાન સૌભાગ્યનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org