________________
૧૫૮
હાથીના ગર્વ ગળી ગયેા. એને મુનિ અરવિંદની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન જોયું. એ ચિહ્ન જોતાં જ હાથીને પેાતાના પૂર્વ ભવની સ્મૃતિ જાગી, એક ન્હાના સરખા નીશાનમાં આખા ભવની લાંી-સળંગ કથા લખાએલી એણે વાંચી લીધી. હાથીએ સૂંઢ નમાવી મહારાજાને પ્રણામ કર્યાં,
66
શા સારૂ આ પ્રકારની વ્યર્થ હિંસા કરે છે?” મુનિ અરિવંદ હાથીને સોધી કામળ વાણીમાં કહેવા લાગ્યા ઃ “હિંસા જેવું બીજું એક પણ પાપ નથી. અકાળ મૃત્યુના પરિણામે તેા તે હાથીના—જાનવરને ભવ મેળવ્યા છે. હજી પણ પાપથી કાં નથી હીતેા ? ધર્મને પંથે વિચર ! વ્રતાદિનું પાલન કર ! કોઈક દિવસે સારી ગતિ પામશે ! ”
અકાળે અપશ્ચાત મૃત્યુના ભાગ અનેલે મંત્રી–મરૂભૂતિના જીવ આ અરણ્યમાં હાથી રૂપે અવતો હતા. કમઠની પત્નીવરૂણા એની હાથિણી રૂપે હતા. હાથીનું નામ વધેાષ. વધેાષ સલકી વનમાં ભમતા. હાથિણી રૂપે વરૂણા એની પ્રિયતમા બની હતી. વિધિનાં વિધાના કેટલાં વિલક્ષણ હોય છે? વધેાષને પોતાના પૂર્વ ભવ યાદ આવ્યા. અસાધારણ દુઃખ અને પશ્ચાત્તાપને લીધે એનું ચિત્ત વલાવાઈ રહ્યું. અરિવંદ મુનિના પાદપદ્મમાં મૌનભાવે એણે પેાતાનું મસ્તક ઝૂકાવ્યું : પ્રતિજ્ઞા લીધી કે “હવે હિંસા નહિ કરૂં, યાવજ્જીવન ખાર વ્રત પાળીશ.
33
મુનિવર અરવિદ વિહાર કરીને ગયા ત્યારે વધેાષ હાથી પણ ઘણે દૂર સુધી એમને વળાટાવા ગયા. હવે તા એ અહિંસા પાળતા થયા છે. માત્ર ભૂખનુ નિવારણ કરવા ઘેાડાં સૂકાં તણુ ખાય છે. અપકારીને પણ એ ક્ષમા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org