________________
બધી વિક્તિએ પોતાની કોર તેજી નામના પર
' મહારાજાએ કમઠના મ્હોં ઉપર મેશ ચેપડી, ગધેડા ઉપર બેસાડી આખા શહેરમાં ફેરવ્યું અને હવે પછી કોઈ વાર પણ પિતાના દેશમાં દાખલ ને થવાનો હૂકમ આપે.
અપમાનિત કમઠ, પછી તે, તાપસ બન્યું. વૈરાગ્ય વિનાનો, ધર્મની ગંધ વિનાને કમઠ, ભૂતાચલ નામના પર્વત ઉપર તાપસીના આશ્રમમાં જઈ કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યો.
મરૂભૂતિએ પિતાના મોટા ભાઈની, તપશ્ચર્યા સંબંધી બધી વિગત સાંભળી વિચાર કર્યોઃ “ખરેખર, મારા ભાઈનું દીલ હવે પશ્ચાત્તાપના પાણુથી શુદ્ધ થઈ ગયું છે.” મહારાજાએ એને બહુ બહુ રીતે સમજાવ્યો કે કોલસા ગમે એટલા ધોઈએ તો પણ ધેળા ન થાય. દુરિત્ર માણસ કદાચ છેડા દિવસ સદાચારી બને તે તે ઉલટો એ વધારે ભયંકર ગણાય. માટે હવે તમારે એની સાથેના બધા સંબંધનો ત્યાગ કરવો એજ ઉચિત છે. પણ મરૂભૂતિના અંતરમાં બંધુતાનું લોહી ઉછળતું હતું. ભ્રાતૃવાત્સલ્ય એના દીલ ઉપર પુરે અધિકાર જમાવ્યો હતો.
એનાથી ન રહેવાયું. તે કમઠ પાસે જઈ પગમાં પશે. કહ્યું: “મને ક્ષમા કરો. મહારાજાએ મારું સાંભળ્યા વિના જ તમને દેશપાર કરી દીધા. હવે આપ ઘેર પધારે. તમારી આ કઠિન તપશ્ચર્યા જોઈ મારું હૃદય ચીરાઈ જાય છે.”
કમઠ એ વખતે બે હાથમાં ભારે વજનના બે મહટા પત્થર ઉચકી રાખી, ઉભો ઉભો તપશ્ચર્યા કરતો હતો. પોતાના હાના ભાઇના વિનયી મધુર શબ્દોએ, એના દિલમાં ભરાઈ બેઠેલા ક્રોધરૂપી સર્પને ઈ છે. કાંઈ વધુ વિચાર નહીં કરતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org