________________
૧૩૯ (૪૧) બ્રહ્મ, (૪૨) બ્રહ્મોત્તર સાતમા-આઠમા સ્વર્ગના બે ભાગ : (૪૩) બ્રહ્મહદય (૪૪) લાંતવ. નવમા-દશમા કલ્પમાં (૪૫) મહાશુક્ર નામનું એક પટલ છે અગીયારમાબારમા ક૯૫માં એક જ છે, તેનું નામ (૪૬) શતાર. તેરમા, ચૌદમા, પદરમાં, સોળમા કલ્પના એકંદરે ૬ ભ ગ છેઃ (૪૭) આનત (૪૮) પ્રાણુત (૪૯) પુષ્પક (૫૦) સાતક (૫૧) આરણ (૫૨) અમ્યુ. ગ્રેવેયક-વિમાનના અભાગને વિષે ૩ ભાગ છેઃ (૫૩) સુદર્શન (૫૪) અમોઘ (૫૫) સુપ્રબુદ્ધ. શૈવેયક વિમાનના મધ્ય ભાગને વિષે ૩ પટલ છે (પ૬ ) યશોધર (પ) સુભદ્ર (૫૮) વિશાલ. રૈવેયક વિમાનના ઉપરના ભાગમાં ૩ પટલ છેઃ (૫૯) સુલ (૬૦) સૌમન (૬૧) . પ્રીતિકર. અનુદિશ વિમાનમાં (૬૨) આદિત્ય નામનું એક જ પટલ છે. અનુદિશ વિમાના ઉપરના ભાગમાં–અનુત્તર વિમાનમાં (૬૩) સર્વાર્થસિદ્ધ નામનું એક પટલ છે.
ઉપરોક્ત વર્ણન ઉપરથી એટલું સમજાશે કે સોળ કલ્પમાં એકંદરે પર પટલ છે. પ્રત્યેક પટલમાં ત્રણ પ્રકારના વિમાન અથવા નિવાસ સ્થાન છે; (૧) ઈન્દ્રક વિમાન (ર) શ્રેણીબદ્ધ વિમાન અને (૩) પ્રકીર્ણક વિમાન. વચ્ચે ઇન્દ્રક વિમાન અને એની આસપાસ શ્રેણીબદ્ધ વિમાન હોય છે. પ્રત્યેક શ્રેણી બદ્ધ વિમાનમાં ૬૩ વિમાન હોય છે. પણ નીચેથી જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ એક પ્રણી વિમાન ઓછું થતું જાય. એ રીતે ૬૨ મા પટલને વિષે એક ઈન્દ્રક વિમાન રહે છે. તેની ચારે કોર માત્ર ચાર શ્રેણી વિમાન હોય છે. ઇન્દ્ર વિભાનની ચોતરફ જેમ શ્રેણીબદ્ધ વિમાન હોય છે તેમ તેની વિદિશાઓમાં પણ પ્રકીર્ણક અથવા પુષ્પ પ્રકીર્ણક વિમાન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org