________________
૧૪૫ નારી તથા નરકાંતા (૬) સુવર્ણફૂલ તથા રૂધ્યકૂલા અને (૭) રક્તા તથા રકતદાઃ એકંદરે ચૌદ નદીઓ વહે છે.
પ્રત્યેક ક્ષેત્રની પૂર્વે તથા પશ્ચિમે સમુદ્ર છે. પ્રત્યેક ક્ષેત્રને વિષે જે બે નદીઓને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પહેલી નદી પૂર્વ સમુદ્ર તથા બીજી નદી પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગંગા અને સિંધુની–દરેકની, ઉપનદીઓની સંખ્યા લગભગ ચૌદ હજારની છે. બીજા, ત્રીજ, અને ચોથા ક્ષેત્રની મહાનદીઓની, પ્રત્યેકની, ઉપરોક્ત ઉપનદીઓ કરતાં બમણું સંખ્યા સમજવી. પાંચમા, છઠ્ઠા તથા સાતમા ક્ષેત્રની મહાનદીઓની, પ્રત્યેકની ઉપનદીઓ અઅર્ધ ઓછી થતી જાય છે..
જીપ વિસ્તારમાં એક લાખ જન છે. એની અંદર આવેલા ભરતક્ષેત્રને દક્ષિણોત્તર વિસ્તાર પર યોજન છે. ભરતક્ષેત્રથી માંડીને વિદેહક્ષેત્ર પર્યત જે જે ક્ષેત્રો તથા પર્વત છે તે દરેકનો વિસ્તાર, પૂર્વના કરતાં બમણે સમજો. વિદેહની પછી જે પર્વત તથા ક્ષેત્ર છે તેનું પરિમાણ, પૂર્વના કરતાં અડધું સમજવું. ભરતક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમમાં સમુદ્રપર્યત વિસ્તૃત એક પર્વત છે, તેનું નામ વિજયાર્ધ (વૈતાઢય).
ભરતક્ષેત્રના છ ખંડ છે. વિજ્યાદ્ધની ઉત્તર દિશામાં ત્રણ ખંડો આવેલા છે. આ છ ખંડ ઉપર વિજય વર્તાવનાર મહિપાળ પિતાને ચક્રવત તરીકે ઓળખાવી શકે. ઉત્તરના ત્રણ ખંડ ન છતાય ત્યાં સુધી નૃપતિ અર્ધવિજયી ગણાય. એટલા સારૂ ભરતક્ષેત્રની મધ્યમાં આવેલા આ પર્વતનું નામ વિજયાર્ધ રાખવામાં આવ્યું છે, એને રજતાકિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org