________________
૧૪૩
ભગવે છે. અસુરોની ઉશ્કેરણું તેમજ અમથા અમથા અંદર અંદર નારકીના જીવો લડે છે, અને એ રીતે અસહ્ય દુઃખ ભોગવે છે.
મધ્ય લેકમાં મનુષ્યો વસે છે. આ મધ્યલોકની અંદર પણ અસંખ્ય દ્વીપ તથા સમુદ્ર છે. જંબુદ્વીપ એ બધા
પોમાં મુખ્ય છે. એનો વ્યાસ એક લાખ એજનને છે. જંબુદ્દીપ સૂર્યમંડળના જેવો જ ગોળાકાર છે. એની વચ્ચેવચ્ચે મન્દર–મેર નામને પર્વત છે. મહાસાગર જબુદીપની આસપાસ ઉછળે છે. મહાસાગર પણ બીજા મહાપથી ઘેરાયેલો છે.
જંબુદ્વીપની સાથે જોડાયેલા મહાસાગરનું નામ લવણદ. આ સમુદ્રને ઘેરીને જે દ્વીપ રહ્યા છે તેનું નામ ધાતકી ખંડ. ધાતકીખંડથી ચારે બાજુ કાલોદ સમુદ્ર છે. તે પછી પુષ્કર ઠપ છે. તદ્દન છેલ્લે સ્વયંભૂરમણ નામનો મહાસમુદ્ર છે. વચમાં ઘણું મહાદીપો અને મહાસમુદો છે.
જબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે. (૧) ભરત (૨) હૈમવત (૩) હરિવર્ષ (૪) વિદેહ (૫) રમ્યફ (૬) હૈરણ્યવત (૭) ઐરાવત. આ ક્ષેત્રોને છ વર્ષધર પર્વત અથવા કુલાચલ એક બીજાથી છૂટા પાડે છે; (૧ ) હિમવાન (૨) મહાહિમાન (૩) નિષધ (૪) નીલ (૫) રૂકમી (૬) શિખરી. આ પર્વતોની પૂર્વે તથા પશ્ચિમ દિશામાં સમુદ્ર હોય છે.
હિમવાની સુવર્ણમય છે, મહાહિમાવાન રજતમય છે. ત્રીજો તાંબા સાથે સુવર્ણ મળ્યું હોય એવા રંગને છે. ચોથે નીલગિરિ વૈડૂર્યમય છે, પાંચમો નિર્મિત અને છઠ્ઠો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org