________________
નિર્વાણ પામે છે ત્યારે ઇન્દ્રાદિ દેવ મહોત્સવપૂર્વક એમની પૂજા (અહીં) કરે છે માટે એમને “અહત ” પણ કહેવામાં આવે છે. દેહ પ્રત્યે એ પુરૂષોને છાંટા જેટલું પણ મમત્વ નથી હોતું. એટલું છતાં એમના દેહ અતિ શુન્ન હજાર સૂર્ય જેટલા સમુજજવલ હોય છે. એ સંપૂર્ણ નિર્દોષ હોય છે. તીર્થકર ભગવાનને ચાર પ્રકારના અતિશય પણ હોય છે. અર્વત અથવા તીર્થકર, પ્રત્યક્ષ ઈશ્વર સ્વરૂપ છે.
પછી જ્યારે સર્વજ્ઞ પુરૂષના અઘાતી કર્મ નાશ પામે છે ત્યારે તેઓ કર્મની બેડીમાંથી છૂટી, સંસાર–કેદખાનામાંથી નીકળી, લોકશિખરે રહેલી, ચિર શાંતિમય સિદ્ધશિલાને વિષે વિરાજે છે. જીવની એ છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે–પરામુક્તિ છે. સિદ્ધના જીવોને કોઈ પ્રકારના કર્મમળ નથી હોતા. તેઓ આત્માના વિશુદ્ધ સ્વભાવમાં જ રહે છે. પહેલાં કહી ગયા તેમ અવ્યાબાધ આદિ આઠ પ્રકારના ગુણના તેઓ અધિકારી બને છે.
ચાર પ્રકારના જીવ ગતિભેદે જીવ, દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એ ચાર પર્યાયમાં વહેચાયેલા છે.
જૈન મત પ્રમાણે દેવના ચાર પ્રકાર છે (૧) ભવનવાસી (૨) વ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક.
ભવનવાસીને દસ ભેદઃ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) વિદ્યુત કુમાર (૪) સુવર્ણકુમાર (૫) અગ્નિકુમાર (૬) વાતકુમાર (૭) સ્વનિતકુમાર (૮) ઉદધિકુમાર (૯) દીપકુમાર અને (૧૦) દિફકુમાર.
Jain Education International
al
For Private & Personal Use Only
www.jainelibrary.org