________________
છવ ઉપગવાળે, અમૂર્ત, કર્તા, પોતાના દેહ જેટલાજ પરિણામવાળો, ભકતા, સંસારસ્થ, સિદ્ધ અને સ્વભાવે ઊર્વજતિવાળા છે.
जीवोत्ति हवदि वेदा उवओगविसेसिदो पहू कत्ता । મોત્તા તેમ જ થ્રિ મૂત્તો મહંતુ (૫. સ. સ.)
જીવ અસ્તિત્વવાળ, ચેતન, ઉપગવિશિષ્ટ, પ્રભુ, કર્તા, કતા, દેહમાત્ર, અમૂર્ત અને કર્મસંયુક્ત છે.
શ્રી વાદિદેવ સૂરિ પણ પ્રમાણનયતત્ત્વાલકાકારમાં (૭-૫૬) કહે છે કે “વૈતન્ય પરિણામો, વાર્તા, સાક્ષાત્भोक्ता, स्वदेहरिमाणः प्रतिक्षेत्रे विभिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् ।।
ઉપરનાં વચનનો વિચાર કરતાં એટલું દેખાઈ આવે છે કે જૈન દર્શન પ્રમાણે જડથી જૂદો એ જે જીવ તે
ત્ય પદાર્થ છે. તે ચેતન, અમૃત, સંસારી દશામાં કર્મવીશ, કર્તા, ભોકતા, દેહપ્રમાણ અને પ્રભુ ઇત્યાદિ લક્ષણવાળો છે,
ચાર્વાકો જડથી જુદા પદાર્થનું અસ્તિત્વ જ નથી સ્વીકારતા. તેઓ પૃથ્વી, પાણી; વાયુને તેજ એ ચાર પદાર્થને જ માને છે એ ઉપરાંત બીજો એકે એકાન્ત સત પદાર્થ નથી એમ કહે છે. જગતના બધા પદાર્થો એ ચાર મહાભૂતના સંમિશ્રણાદિથી ઉત્પન્ન થાય છે. મનુષ્યાદિ છે ચેતન છે એ વાતની તેમનાથી ના પાડી શકાતી નથી. પણ ચૈતન્ય છે માટે આમા જેવું કંઈક હોવું જોઈએ, આભા સ્વીકાર જોઇએ એ વાત એમના ગળે નથી ઉતરતી. જેમ ધાન્ય અને ગેળ જેવી વસ્તુઓ સડતી સડતી દારૂના રૂપમાં પરિણમે છે તેમ ચૈતન્ય પણ ઉપર કહ્યા તે ચાર મહાભૂતમાંથી જ પરિણમે છેઃ ચાર્વાકનો એ સિદ્ધાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org