________________
૧૦૭
શરીર” એવો પ્રયોગ કઈ રીતે સંભવે? “હું” જેને કહીએ છીએ તે શરીરથી ભિન્ન અને પ્રત્યક્ષપણે સિદ્ધ થઈ શકે એવી વસ્તુ છે.
જડ પદાર્થને વિકાર એ ચૈતન્ય નથીઃ જૈનોની સાથે બૌદ્ધ દાર્શનિકો એ વાતમાં સહમત થાય છે. પણ બૌદ્ધો આત્મા નામના એક સત્ પદાર્થનું અસ્તિત્વ નથી માનતા, તેઓ કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનને ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કઈ સ્થાયી સત પદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કાર રૂપે હોય છે તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પરભિન્ન ક્ષણિક વિજ્ઞાન-સમૂહની અંદર પરંપરારૂપે કાર્ય–કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કહે છે, વિજ્ઞાનસંતાન પણ કહે છે. આ પ્રવાહ રૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી વસ્તુ નથી.
Hume, Mill વિગેરે વર્તમાન યુગના Sensatidnist દાર્શનિક પણ બોદ્ધોની જેમ વિજ્ઞાનવાદી અથવા નિરાત્મવાદી છે. તેમણે એક ચત ધારી અને અવિચ્છિન્નતાની કલ્પના કરી છે. બૌદ્ધદર્શનના વિજ્ઞાન પ્રવાહ સાથે એ મેળ ખાય છે.
આ નિરાત્મવાદની સામે પહેલે વધે તો એ જ છે કે ક્ષણિક વિજ્ઞાનસમૂહના મૂળમાં કોઈ પણ નિયામકસત. પદાર્થ નથી. બે વસ્તુને જોડનારું કંઈ ન હોય ત્યાં એ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org