________________
૧૨૭
જીવ અથવા આત્માના સબધમાં જૈને શું માને છે તે મે' ટુકામાં વર્ણવ્યું છે. સાંખ્યાદિ મતાની સાથે જૈન મત કેટલીક રીતે મળતા આવે છે તેા કેટલીક રીતે જૂદા પડે છે. એ ઉપરથી એટલું તે। અવશ્ય લાગે છે જ કે જૈનદર્શન ભારતવર્ષનું એક સુપ્રાચીન, સ્મરણાતીત યુગનું દર્શન છે. જૈનદર્શન, બૌદ્ઘયુગની પછી અસ્તિત્વમાં આવ્યું, અથવા તે ગૌતમબુદ્ધના સમયના એ એક વિચારપ્રવાહ છે એ વાત મુદ્લ માનવા જેવી નથી. ન્યાય-વેદાન્તાદિ દાનિક મતાની સાથે જો જૈન સિદ્ધાંતાનુ મળતાપણ જોવામાં આવતું હોય, જૈનદર્શનમાં કાઈ એક પ્રકારની વિશિષ્ટતા દેખાતી હોય તેા પછી ઇતિહાસના જે ભૂલાઈ ગયેલા યુગમાં ન્યાયાદિ મતે પ્રચારમાં આવ્યા તે જ યુગમાં જૈન સિદ્ધાન્તાના પણ પ્રચાર થયેલા હોવા જોઇએ એવું અનુમાન ખુશીથી કરી શકીએ. અને ઈતિહાસ તેમજ પુરાતત્ત્વ એ જ વાત પુરવાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org