________________
૧૧૦ આત્મા કે જીવ એક છે એમ કહીએ તો ચાલે, સમસ્ત જીવમાં એ પ્રકારની ગુણસામાન્યતા હોય છે જ. વેદાંતને અદ્વૈતવાદ એ રીતે કેટલેક અંશે ઠીક છે, પરંતુ પ્રત્યેક જીવને વિષે વિશિષ્ટતા છે એ વાતની ઉપેક્ષા કરી શકાય નહીં. એ વિશિષ્ટતા છે એટલે તો એક જીવ બીજા છવથી જુદો છે એમ કહેવું પડે છે. વિશિષ્ટતા ન હોય તો એક જીવ મેસે જતાં બધા જીવો મોક્ષે પહોંચી જાત. અવિશેષણભાવને અંગે જીવ કિંવા આત્માનું બહુત્વ સ્વીકારવું પડે છે.
આત્માની વિવિધતાના સંબંધમાં સાંખ્ય અને જૈન દર્શન એકમત હોવા છતાં જીવનાં કર્તવ અને ભક્તવના વિષયમાં તેઓ જૂદા પડે છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ-આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ-મુક્ત છે; અસંગ, નિસ્પૃહ, અલિપ્ત અને અકર્તા છે; જગતના વ્યાપારે સાથે એને કંઈ લેવાદેવા નથી. પ્રકૃતિ જ સૃષ્ટિ રચે છે. પુરૂષ કંઈ કરી શકતો નથી, કંઈ ફળ પણ ભગવતે નથી. તે કેવળ નિષ્ક્રિય અને અભોક્તા છે. જર્મન દાર્શનિક કાન્ટ પણ આવી જ મતલબનું કહે છે. એ Nonmenal self ની સાથે વ્યવહારિક જ્ઞાન પ્રવાહનો કે પ્રકારનો સંબંધ નથી એમ કહે છે. સાંખ્ય પણ જગતના વ્યાપાર સાથે પુરૂષને કંઈ લેવા દેવા નથી એમ જાહેર કરે છે.
સાંખ્ય દર્શનને આપણે પૂછીએઃ “પુરૂષમાં કર્તુત્વ જેવું નથી તો પછી બંધ અને મોક્ષ એ બધું કાને અર્થે? આત્મા સુખ-દુખ ભોગવતો ન હોય તે આ સઘળો વહેવાર કઈ રીતે ચાલે ? ” ન્યાય દર્શન એ રીતે સાંખ્ય દર્શનની ઠીક ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org