________________
પરંતુ બંધનગ્રસ્ત છે. ન્યાય અને વૈશેષિક દર્શનના આત્માથી પણ જીવ તત્ત્વ ભિન્ન છે, કારણ કે જીવ જડ નથી, સાક્ષાત કર્તા છે બૌદ્ધો વિજ્ઞાનપ્રવાહ કહે છે તે પણ જીવતત્વ નથી, કારણકે જીવ સત, સત્ય અને નિત્ય પદાર્થ છે. જનદર્શન જીવનાં અસ્તિત્વ, ચેતના, ઉપગ, પ્રભુત્વ, કર્તૃત્વ, ભેસ્તૃત્વ દેહપરિમાણુત્વ અને અમૃતત્વ ઇત્યાદિ ગુણે વર્ણવે છે.
પ્રાણવિદ્યા Biology વિષેની આધુનિક શોનો પૂર્વાભાસ, પ્રાચીન જનોએ ઉપદેશેલા જીવવિચારમાં બરાબર મળી આવે છે. જૈને પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની અંદર સૂક્ષ્મ-એકૅક્રિય જીવોનું અસ્તિત્વ માને છે. આ સૂક્ષ્મ એકેંકિય જીવપુજને આજે વૈજ્ઞાનિક પ્રાણતત્વવેત્તાઓMicrospic organisms ના નામે ઓળખે છે. વનસ્પતિકાયને જૈનો એકેન્દ્રિય જીવ માને છે. વનસ્પતિમાં પણ પ્રાણ છે, સ્પર્શ અનુભવવાની શક્તિ છે એમ પણ કહે છે, આજના નવા જમાનામાં આચાર્ય જગદીશચંદ્ર બસુએ વનસ્પતિ શાસ્ત્ર સંબંધી નવી શોધ કરી જે આશ્ચર્ય ફેલાવ્યું છે તેનાં મૂળ વસ્તુતઃ આ એકેદ્રિય જીવવાદમાં જ છુપાયેલાં રહ્યાં હતાં.
આત્મવિદ્યા જીવતત્વની જેમ જૈનોએ પ્રરૂપેલી આત્મવિદ્યાPsychology માં ઘણું આધુનિક શોધોના આભાસ મળે છે. જીવના ગુણ ગણાવતી વખતે આપણે “ચેતના” તથા
ઉપયોગ ” નો ઉલ્લેખ કરી ગયા છીએ. એ મુખ્ય ગુણે વિષે વધુ વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org