________________
પક્ષ, “વહિં ” સાધ્ય અને “ધૂમ” હેતુ, લિંગ, અથવા
વ્યપદેશ. પાશ્ચાત્ય ન્યાયગ્રંથમાં Syllogism ની અંદર એ ત્રણ જ વિષયની વિદ્યમાનતા દેખાય છે. એનાં નામ Minor Term, Major term 240 middle term. અનુમાન વ્યાપ્તિજ્ઞાન ઉપર, અર્થાત્ ધૂમાડે અને અગ્નિને વિષે જે એક અવિનાભાવ સંબંધ છે તેની ઉપર પ્રતિષ્ઠિત છે. આ વ્યાપ્તિતવ પાશ્ચાત્ય–ન્યાયના Distribution of the middle term ની અંદર સમાયેલ છે. જૈન દૃષ્ટિએ અનુમાનના બે પ્રકાર છેઃ (૧) સ્વાર્થનુમાન (૨) પરાર્થીનુમાન. જે અનુમાન દ્વારા અનુમાપક સ્વયં કઈ તથ્ય શોધી કાઢે તેનું નામ સ્વાર્થનુમાન અને જે વચન-વિન્યાસદારા ઉક્ત અનુમાપક બીજા કોઈને એ તથ્ય સમજાવે તે પરાથનું ભાન. ગ્રીક દાર્શનિક Aristotle અનુમાનના ત્રણ અવયવ ગણાવે છે. (૧) જે જે ધૂમવાની છે તે તે વહિમાન છે. (૨) આ પર્વત ધૂમવાન છે. (૩) માટે આ પર્વત વલિમાન છે. બોદ્ધો અનુમાનના આ પ્રમાણે ત્રણ અવયવ ગણાવે છે (૧) જે જે ધૂમવાન તે તે વહિમાન. (૨) જેમકે મહાનસ (૩) આ પર્વત ધૂમવાન છે. મીમાંસકો પણ અનુમાનના ત્રણ અવયવ માને છે. એમના મત પ્રમાણે અનુમાનના આ પ્રમાણે બે પ્રકારના આકાર હોઈ શકે. પ્રથમ આકાર (૧) આ પર્વત વહિમાન છે. (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. (૩) જે જે ધૂમવાન તે તે વદ્ધિમાન, જેમકે મહાનસ. દ્વિતીય આકારઃ (૧) જે જે ધૂમવાન તે તે વહિમાન, જેમકે મહાનસ. (૨) આ પર્વત વદ્વિમાન છે. નૈયાયિક અનુમાનને પંચાવયવ માને છે તેમના મતાનુસાર અનુમાનને આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org