________________
માત્રથી એનું સંપૂર્ણ વિવરણ આવી ગયું એમ ન કહેવાય. ઘટ નથી” એમ કહેવામાં પણ ઘણું અપૂર્ણતા રહી જાય છે. “ઘટ છે અને ઘટ નથી પણ” એમ કહી નાખવું એ પણ બરાબર નથી. “ઘટ અવક્તવ્ય છે” એ વિવરણ પણ સંપૂર્ણ નથી. સપ્તભંગીના એક બે ભાંગાની સહાયથી વસ્તુ–સ્વભાવનું પૂરેપૂરું નિરૂપણ ન થઈ શકે એમ જૈને ભાર મૂકીને કહે છે.
અને જૈનેની એ માન્યતા છેક ઉડાવી નાખવા જેવી નથી. એકે એક ભાંગામાં કંઈ ને કંઈ સત્ય તો જરૂર છે. પૂર્વોક્ત સાત નયની દૃષ્ટિએ જોઈએ તે જ સંપૂર્ણ સત્ય તથા તથ્ય મેળવી શકાય, અસ્તિત્વ વિષે જે સપ્તભંગીની અવતારણ આપણે જોઈ ગયા તે જ પ્રમાણે નિત્યાદિ ગુણ પરત્વે પણ એજ સપ્તભંગી ઘટાવી શકાય. એટલે કે પદાર્થ નિત્ય છે કે અનિત્ય ? એ પ્રશ્નના જવાબમાં જૈનો પૂર્વોક્ત સપ્તભંગીની સહાય લે છે. જૈન સિદ્ધાંત તો કહે છે કે પદાર્થતત્ત્વના નિરૂપણ અર્થે સ્વાદાદ જ એક માત્ર ઉપાય છે.
દ્રવ્યની ઉત્પત્તિ છે તેમને નાશ પણ છે એમ આપણે સૌ માનીએ છીએ. ભારતવર્ષમાં બૌદ્ધો અને ગ્રીસમાં Heralitus ના શિવે દ્રવ્યને અનિત્ય ગણતા; પણ ખરું કહીએ તો દેખીતી ઉત્પત્તિ અને દેખાતા વિનાશમાં–એટલે કે પરિ. વર્તન માત્રના મૂળમાં એક એવું તત્ત્વ હોય છે કે જે હમેશાં અવિકૃત જ રહે છે. દાખલા તરીકે અલંકારના પરિવર્તનમાં સોનું તો એનું એજ હોય છે માત્ર ઘાટ અથવા આકાર ફરતા રહે છે. ભારતવર્ષમાં વેદાન્તીઓએ અને ગ્રીસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org