________________
જીવ, અજીવ જૈન દર્શન પ્રમાણે જીવ ચેતનાદિ ગુણવિશિષ્ટ છે. સ્વભાવે શુદ્ધ એ જીવ અનાદિ કાળથી અજીવ તત્ત્વ વડે લેપાએલો છે. એ અજીવ તત્ત્વથી છૂટવું એનું નામ મુક્તિ.
આશ્રવ સ્વભાવે શુદ્ધ એવો જીવ જ્યારે રાગ-દ્વેષ કરે છે ત્યારે જીવને વિષે કર્મ–પુદગલ આશ્રવ પામે છે–પ્રવેશ કરે છે. આશ્રવના બે પ્રકાર છે. શુભ અને અશુભ. શુભ આશ્રવને અંગે જીવ સ્વર્ગાદિના સુખનો અધિકારી બને, અને અશુભ આશ્રવને પરિણામે એને નરકાદિની યાતનાઓ સહેવી પડે. આશ્રવાકાળે જે કર્મ–પગલે જીવમાં પ્રવેશ કરે છે તેની પ્રકૃતિ આઠ પ્રકારની છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મેહનીય કર્મ, વેદનીય કર્મ, આયુકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મ
જે કર્મ જ્ઞાનને ઢાંકી રાખે તે જ્ઞાનાવરણીય. જે કર્મને લીધે જીવને સ્વાભાવિક દર્શન–ગુણ ઢંકાયેલો રહે તેનું નામ દર્શનાવરણીય. જે કર્મ જીવના સમ્યક્ત્વ તેમજ ચારિત્રગુણને ઘાત કરે, જીવને અશ્રદ્ધા અને લોભાદિમાં મુંઝવી મારે, તેનું નામ મેહનીય કર્મ. વેદનીય કર્મના પરિણામે જીવને સુખ– દુઃખરૂપ સામગ્રી મળે. આયુકર્મના પ્રતાપે જીવ મનુષ્યાદિનું આયુષ પ્રાપ્ત કરે. જીવની ગતિ, જાતિ શરીર વિગેરેની સાથે નામકર્મને સંબંધ રહે છે. ઉચ્ચ-નીચ ગોત્ર પામવાને આધાર ગેત્રકમ ઉપર છે. અંતરાય કર્મને લીધે દાનાદિ સત્કાર્યને વિષે પણ વિઘ આવે. આ આઠ કર્મના બીજા ઘણું ભેદ છે. બહુ વિસ્તાર થઈ જાય માટે અહીં આપ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org