________________
તેની અસાધારણ અનુભૂતિ, અવધિજ્ઞાનના નામે ઓળખાય છે. આજે કેટલાકે જેને Clairvoyance કહે છે તેની સાથે કાઈક અપેક્ષાએ આને સરખાવી શકાય. અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. દેશાવધિ, પરમાવધિ અને સવધિ. દેશાવધિ દિશા અને કાળથી સીમાબદ્ધ છે, પરમાવધિ અસીમ છે, સર્વાવધિ વડે વિશ્વના સમસ્ત રૂપી દ્રવ્યોને અનુભવ થઈ શકે.
મન પર્યાવ બીજાની ચિત્તવૃત્તિના વિક્સનો અનુભવ તે મન:પર્યવજ્ઞાન. પાશ્ચાત્ય વિજ્ઞાનમાં એને ટેલીપથી કિવા Mind-reading એવી સંજ્ઞા આપવામાં આવી છે. મનઃપર્યાવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. ઋજુમતિ સંકીર્ણતર છે. વિપુલમતિની સહાયથી વિશ્વના સમસ્ત ચિત્તસંબંધી વિષયેનું સૂક્ષ્મ અવલોકન થઈ શકે.
. કેવળજ્ઞાન ચિતન્યવાળા જીવોના જ્ઞાનની એ છેક છેલ્લી મર્યાદા છે. વિશ્વના બધા વિષયે કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. કેવળજ્ઞાન
એટલે સર્વત્તતા એમ કહીએ તો પણ ચાલે. કેવળજ્ઞાન આત્મામાંથી જ ઉદભવે છે. અને ઇન્દ્રિયની કે બીજી કોઈ વસ્તુની - મદદની જરૂર નથી. - કેવળજ્ઞાની મુક્તિને વરેલા અથવા મુક્તપુરૂષ હોય છે. કેવળજ્ઞાનની સાથે જ અહીં આપણને, જૈન દશને કહેલા સાત તનું સ્મરણ થાય છે. જૈન દર્શને નિરપેલા એ સાત તત્તના નામ આ પ્રકારે છે–જીવ, અજીર્ણ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org