________________
મૂળ તો સુવર્ણ નામના દ્રવ્યને જ જોઈ શકીએ છીએ. જૂદી જૂદી પરિણતિઓની અંદર જે વ્યગત , સામાન્ય છે, તેને જૈન દર્શનમાં ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે. ઊર્ધ્વતા સામાન્યનું પાશ્ચાત્ય નામ Substratum અથવા Esse.
ચિંતા સાધારણ રીતે ચિતા તર્ક અથવા ઊહના નામે ઓળખાય છે. પ્રત્યભિજ્ઞાનથી મેળવેલા બન્નેને વિષયની અંદર અચ્છેદ્ય-સંબંધ શોધ એ તર્કનું કામ. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં એ Induction નામથી પરિચિત છે. યુરોપીય પંડિતે કહે છે કે Induction એ Observation-ભૂદર્શનનું ફળ છે. જૈન તૈયાવિકા પણ ઉપલંભ અને અનુપલંભારા તર્કની પ્રતિષ્ઠા માને છે. બન્નેની કહેવાની મતલબ એક જ છે. પાશ્ચાત્ય તાર્કિક Inductive Truth ને એક Invariable અથવા Unconditional relationship કહે છે. જૈનાચાર્યો બહુ બહુ શતાબ્દીઓ પૂર્વે એજ વાત કહી ગયા છે. એમના મત પ્રમાણે તર્કલબ્ધ સંબંધનું નામ અવિનાભાવ અથવા અન્યથાનુપપત્તિ છે.
અભિનિબંધ તર્કલબ્ધ વિષયની મદદથી બીજા વિષયનું જ્ઞાન તે અભિનિબંધ. અભિનિબધ સાધારણતઃ અનુમાન મનાય છે. 4124164 -41431841H1 241414 Deduction, Retiocination અથવા Syllogism ના નામે પરિચિત છે. પર્વતો વહિમાન ” કારણ કે એમાં ધૂમાડે દેખાય છે. એ પ્રકારના બોધનું નામ અનુમાન. એમાં “પર્વત ધર્મ, કિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org