________________
ઈહિ. એટલે અવગૃહીત વિષયનું પ્રણિધાન-Perceptual Attention (વિચારણા)
અવાય પરિપૂર્ણ ઈન્દ્રિયજ્ઞાનની આ ત્રીજી ભૂમિકા છે. ઈહિત વિષયસંબંધે સવિશેષ જ્ઞાન એ અવાય. અવાય એટલે Perceptual determination (નિરધાર).
ધારણા ધારણ ઈન્દ્રિય જ્ઞાનના વિષયને સ્થિતિશીલ કરે છે, એને Perceptual retention કહી શકાય. ધારણાની ભૂમિકાએ ઈન્દ્રિયજ્ઞાનની પરિપૂર્ણતા મનાય.
અવગ્રહાદિના બીજા ઘણા સૂક્ષ્મ ભેદો છે પણ બહુ વિસ્તાર થઈ જાય, કિલષ્ટતા આવી જાય એવા ભયથી જતા કર્યા છે.
વિદ્વાનેને આ વાત આટલેથી જ સમજાઈ જશે કે આધુનિક યુપીય વિદ્વાનોએ Perception ને જે ક્રમવિકાસ બતાવ્યો છે તેનું જ શુદ્ધ મતિજ્ઞાનના વિષયમાં જૈનોએ પહેલેથી વિવરણ આપ્યું છે.
બીજા પ્રકારના મતિજ્ઞાનનું નામ સ્મૃતિ. એનાથી ઈન્દ્રિય જ્ઞાનના વિષયનું સ્મરણ થાય છે. સમૃતિને પાશ્ચાત્ય વૈજ્ઞાનિક Recollection અથવા Recognition કહે છે. Hobbes ના મત પ્રમાણે તે સ્મરણને વિષય અથવા Idea એ માત્ર ભરવા પડેલું ઇન્દ્રિયજ્ઞાન છે–Nothing but decaying sense. Hume પણ એમજ માને છે. દાર્શનિક Reid એ સિદ્ધાંતનું સરસ રીતે ખંડન કરે છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org