SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઈહિ. એટલે અવગૃહીત વિષયનું પ્રણિધાન-Perceptual Attention (વિચારણા) અવાય પરિપૂર્ણ ઈન્દ્રિયજ્ઞાનની આ ત્રીજી ભૂમિકા છે. ઈહિત વિષયસંબંધે સવિશેષ જ્ઞાન એ અવાય. અવાય એટલે Perceptual determination (નિરધાર). ધારણા ધારણ ઈન્દ્રિય જ્ઞાનના વિષયને સ્થિતિશીલ કરે છે, એને Perceptual retention કહી શકાય. ધારણાની ભૂમિકાએ ઈન્દ્રિયજ્ઞાનની પરિપૂર્ણતા મનાય. અવગ્રહાદિના બીજા ઘણા સૂક્ષ્મ ભેદો છે પણ બહુ વિસ્તાર થઈ જાય, કિલષ્ટતા આવી જાય એવા ભયથી જતા કર્યા છે. વિદ્વાનેને આ વાત આટલેથી જ સમજાઈ જશે કે આધુનિક યુપીય વિદ્વાનોએ Perception ને જે ક્રમવિકાસ બતાવ્યો છે તેનું જ શુદ્ધ મતિજ્ઞાનના વિષયમાં જૈનોએ પહેલેથી વિવરણ આપ્યું છે. બીજા પ્રકારના મતિજ્ઞાનનું નામ સ્મૃતિ. એનાથી ઈન્દ્રિય જ્ઞાનના વિષયનું સ્મરણ થાય છે. સમૃતિને પાશ્ચાત્ય વૈજ્ઞાનિક Recollection અથવા Recognition કહે છે. Hobbes ના મત પ્રમાણે તે સ્મરણને વિષય અથવા Idea એ માત્ર ભરવા પડેલું ઇન્દ્રિયજ્ઞાન છે–Nothing but decaying sense. Hume પણ એમજ માને છે. દાર્શનિક Reid એ સિદ્ધાંતનું સરસ રીતે ખંડન કરે છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy