________________
૮૪
કહે છે કે સ્મરણનો વિષય જરૂર ઈન્દ્રિય-જ્ઞાન-વિષયની અપેક્ષા રાખે છે અને એમાં સદશતા પણ છે, છતાં કેટલેક અંશે એ નો વિષય છે. જૈન પંડિતોએ હજારો વર્ષ ઉપર, સ્કૃતિ વિષે જે નિર્ણય આપ્યો હતો તેને જ આ વૈજ્ઞાનિક અનુવાદ કરતા હોય એમ લાગે છે અને એ કંઈ થોડા આશ્ચર્યની વાત નથી.
- સંજ્ઞાનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. પાશ્ચાત્ય અને વિજ્ઞાનમાં Assimilation, Comparison chor Conception ના નામે ઉલ્લેખાય છે. અનુભૂતિ અથવા રકૃતિની સહાયથી વિષયની તુલના અથવા સંકલના વડે જ્ઞાન સંઘરવું એ પ્રત્યભિજ્ઞાન. આ પ્રત્યભિજ્ઞાનની મદદથી ચાર પ્રકારનું જ્ઞાન મેળવી શકાય. (૧) ગવય (રેઝ) નામથી ઓળખાતું પ્રાણુ ગાય જેવું છે. અંગ્રેજીમાં એ જ્ઞાનને Association by similarity કહેવામાં આવે છે. (૨) ભેંસના નામથી ઓળખાતું પ્રાણું ગાયથી જુદું છે અર્થાત Association by contrast (૩) ગેપિંડ અર્થાત ગાય-વિશેષને જોવાથી ગોત્વ અર્થાત ગે-સામાન્ય વિષયનું જ્ઞાન થાય છે. આ સામાન્ય જ્ઞાન અંગ્રેજીમાં conceptionના નામે ઓળખાય છે. ભિન્નભિન્ન વિષયનું જે સામાન્ય તેને જૈન દર્શનમાં તિર્યફ સામાન્ય કહ્યું છે. આ તિર્ય-સામાન્યનું પાશ્ચાત્ય નામ Species Idea. (૪) એકજ પદાર્થની જૂદી જૂદી પરિણતિની અંદર પણ એ જ એક તેમજ અદિતીય પદાર્થની ઉપલબ્ધિ થાય છે. વીંટી કે કંડલના જૂદા જૂદા આકારમાં, જૂદા જૂદા અલંકાર રૂપે પરિણમવા છતાં, પ્રત્યભિજ્ઞાનના પ્રતાપે એની અંદર આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org