________________
એ વિધિવિધાનમાં કેટલી વિચિત્રતા સમાએલી છે તે લોકોને કહેતા. ઉપનિષને વેદના અંશરૂપ માનવામાં આવે છે, છતાં ઘણે સ્થળે એ જ ઉપનિષદમાં વૈદિક ક્રિયાકાંડના દોષ બતાવવામાં આવ્યા છે. હું અહીં એક જ ઉદાહરણ ટાંકું છું.
प्रवाह्येते अदृढा यज्ञरूपा अष्टादशोकमवरं येषु कर्म एतत् श्रेयो येऽभिनन्दंति मूढा जरामृत्युं ते पुनरेवापि यान्ति ।
મુંડકોપનિષદ ૧ ૨ : ૭ “યો અને તેના અઢાર અંગે તેમજ કમેં બધાં અદઢ અને વિનાશશીલ છે. જે મૂઢ એ સર્વને શ્રેયઃ માને છે તેઓ ફરી ફરીને જરા અને મૃત્યુના ફેરામાં પડે છે.”
પણ ઉપનિષદુ અને ચાર્વાક વચ્ચે એક ભેદ છે. ઉપનિષ એક ઉચ્ચતર અને મહત્તર સત્યનો માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડની ખબર લે છે ત્યારે ચાર્વાકને માત્ર દે દેખાડવા સિવાય બીજું કંઈ કરવા જેવું જ નથી લાગતું. ચાર્વાકદર્શન એક નિષેધવાદ છે. એને પિતાને વિધિ જેવું કંઈ નથી. વૈદિક વિધિવિધાનને ઉથલાવી પાડવા એ તેને મુખ્ય ઉદ્દેશ છે. છતાં અહીં એટલું સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદને આશ્રય જે કોઈએ લીધો હોય તો આ ચાર્વાક દર્શને. ભારતવર્ષના બીજા દર્શનેમાં પછી એજ યુક્તિવાદ ફાલ્યો ફુલ્યો લાગે છે.
નાસ્તિક ચાવકની જેમ જૈન દર્શનમાં વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવવામાં આવી છે. જૈન દર્શને વેદના શાસનને ખુલી રીતે વિરોધ કર્યો હતો અને બીજા નાસ્તિક મતની જેમ યજ્ઞાદિ ક્રિયાને મુક્તકંઠે પ્રતિવાદ કર્યો હતો એ વાત સૌ સારી પેઠે જાણે છે. ચાર્વાક અને જૈન દર્શન વચ્ચે જે કંઈ સાદશ્ય હોય તે એટલાજ પૂરતું. બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org