________________
૨૩
( અધર્માસ્તિકાય ), કાળ અને આકાશ. આ બધા જડ પદાર્થોં છે અથવા તેા એમના સહકારી છે. એ સિવાય જૈન મતમાં આત્માને અસ્તિકાય–અર્થાત્ પરિમાણુવિશિષ્ટ રૂપે એળખાવવામાં આવે છે. આત્માને કનિત લેયા અથવા વર્ણભેદ હાવાનું પણ મનાય છે. જૈન દર્શનમાં આત્માને અતિશય લઘુ પદાર્થ અને ઊર્ધ્વગતિશીલ માન્યા છે. આ બધી હકીકત સાંખ્યથી જૂદી પડે છે. એટલા માટે જ મેં જે ઉપર કહ્યું છે કે સાંખ્યદર્શન ઘણુંખરે અંશે ચૈતન્યવાદની પાસે પહેાંચે છે અને જૈન દર્શન કેટલીકવાર જડવાદની નજીક જતું દેખાય છે તેની મતલબ આથી કઇફ સમજાશે.
સાંખ્ય દર્શનથી જૈન દર્શન સ્વતંત્ર છે. સાંખ્યમાંથી જૈન દન ઉદ્ભવ્યું છે એમ કહેવું મિથ્યા છે. જેમ એ એ વચ્ચે ઘણા ઘણા વિષયેામાં મળતાપણુ છે તેમ જુદાઈ પણ ઘણી છે. એકજ વાત લઈએ. સાંખ્યમતમાં આત્માને નિવિકાર તથા નિષ્ક્રિય માન્યા છે. જૈન દર્શન કહે છે કે તેને સ્વભાવ જ એવા છે કે એ પરિપૂર્ણતા પામવા મધે, એટલું જ નહીં પણ એ અનંત ક્રિયાશક્તિના આધાર છે. ટુકામાં આ દર્શન યુક્તિમૂલક દર્શન છે; યુક્તિ અને ન્યાય ઉપર જ એની પ્રતિષ્ટા છે. વૈદિક ક્રિયાકાંડના વિષે એને જબરજસ્ત શક્તિમાન બનાવ્યું. નાસ્તિક જેવા ચાર્વાક એની પાસે મુદ્દલ ટકી શકે નહીં. ભારતવર્ષના ખીજા દનાની જેમ જૈન દર્શોનને પણ પોતાનાં મૂળ સૂત્રા, તત્ત્વવિચાર અને મતામત વિગેરે છે.
જૈન અને વૈશેષિક દશનમાં પણ એટલું મળતાપણું છે કે સામાન્ય અભ્યાસીને એ બે વચ્ચે ખાસ ભેદ જેવું ન લાગે. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org