________________
આ રીતે સૌને સર્વાની સત્તા સ્વીકારવી જ પડે છે. જૈનો સર્વાને ઈશ્વર તરીકે ઓળખે છે.
મુક્ત જીવ એ જ ઈશ્વર એમ જૈન દર્શન કહે છે. - જૈન દર્શનમાં એક જ ઈશ્વર નથી. અનાદિકાળથી લઈને આજ સુધીમાં કેટલાય પુરૂષો મુક્તિને વર્યા છે અને જૈન દર્શન અનુસાર એ સર્વ સર્વજ્ઞ તથા ઈશ્વર છે. મુક્ત જીવ માત્ર, સર્વજ્ઞત્વાદિ કેટલાક ગુણ–સામાન્યના અધિકારી હોય છે. આ ગુણ-સામાન્યની દષ્ટિએ કેટલેક અંશે જૈનો એકેશ્વરવાદી હોય એમ પણ લાગે.
કર્મબંધ બે પ્રકારનું છે(૧) ઘાતી અને (૨) અઘાતી ઘાતકર્મ આત્માના સ્વાભાવિક ગુણને ઘાત કરે છે. આ કર્મ ચાર ભાગમાં વહેંચાયેલ છે (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય.
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્માનું વિશુદ્ધ જ્ઞાન અવરાય, દર્શનાવરણીય કર્મના ઉદયથી આત્માની દર્શનશક્તિ રૂંધાયેલી રહે, મોહનીય કર્મના પ્રતાપે વિશુદ્ધ શ્રદ્ધા-સમ્યક્ત્વ, ચારિત્ર-ગુણ વિકાસ ન પામે અને અંતરાય કર્મ, આત્માના સ્વાભાવિક વીર્યાદિને Úરવા ન દે.
અઘાતિ કર્મના ચાર ભેદ છે. (૧) આયુઃ (૨) નામ (૩) ગેત્ર અને (૪) વેદનીય. આયુઃકર્મ પ્રાણના આયુષ નિર્ભ છે, નામકર્મના ચોગે પ્રાણી વિવિધ શરીર વગેરે પામે છે, ગોત્રકર્મના યોગે મનુષ્ય ઉચ્ચ યા નીંચ ગેત્ર પામે છે અને વેદનીય કર્મના પ્રતાપે જીવ સુખ-દુઃખાદિ સામગ્રીવડે આકુલતા પામી આત્માના અવ્યાબાધ ગુણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org