________________
જૈન દર્શનમાં કર્મવાદ
કર્મવાદ એટલે શું ? કર્મની સાથે એક્કસ ફળને ' અચ્છેદ્ય સંબંધ એનું નામ કર્મવાદ, પૃથ્વીના બધા ભાગોમાં બધા દર્શનકારોએ પોતાની પ્રરૂપણામાં કર્મવાદ સ્વીકાર્યો છે. પરંતુ ભારતીય દર્શનમાં એણે એક ખાસ સ્થાન રહ્યું છે. ભારતીય દર્શને ભલે પરસ્પથી જુદા પડતાં હોય, પણ પ્રત્યેક દર્શન કર્મનું અમેઘત્વ કબૂલ કરે છે. પૂર્વ મીમાંસા પરબ્રહ્મને વિચાર નથી કરતું એટલે ઉત્તર મીમાંસાથી એ જૂદું પડી જાય છે. આત્માની વિવિધતાને સ્વીકાર કરી સાંખ્ય તથા ચોગદર્શન વેઢાંતનો વિરોધ કરે છે. આત્માને વિષે ગુણદિને આરોપ કરી ન્યાય તથા વૈશેષિક દર્શન, સાંખ્ય તથા યોગ મતની સામે થાય છે. આત્માના ગુણ આત્માની સાથે જ સંકળાએલા છે અને જૂદા જૂદા ગુણપર્યાને વિષે આત્મા પોતે જ પ્રકાશ પામે છે એમ કહી જૈન દર્શન, ન્યાય અને વૈશેષિક મતના દોષ દાખવે છે. બૌદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org