________________
બૌદ્ધ મત પ્રમાણે કર્મ એ નિસ્વભાવ નિયમ છે. જૈન મત પ્રમાણે કર્મ સંસારી જીવના બંધનું કારણ છે. જીવથી એ કર્મ જુદું છે અને તે એક પ્રકારનું દ્રવ્ય છે. આ કર્મ-દ્રવ્યના આસ્રવને લીધે, અનાદિકાલીન અશુદ્ધતાવશ જીવ બંધાએલે રહે છે. જૈન દર્શન કર્મને કેવળ પુરૂષકૃત પ્રયત્ન નથી માનતું. બૌદ્ધો માને છે તેમ જૈને એને નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી માનતા. કમ એ વસ્તુતઃ જડ પદાર્થ છે, આત્માની જેમ જ સ્વાધીન અને જીવવિરોધી દ્રવ્ય છે. અંગ્રેજીમાં જેને Matter કહેવામાં આવે છે, લગભગ તેવાજ અર્થમાં જૈન દર્શન કર્મને એક દ્રવ્ય માને છે. જીવન અને કર્મનો સ્વભાવ એક નથી, વિભિન્ન સ્વભાવ છે. જીવની સાથે મળી જઈને, જીવના બંધનું સંસારી અવસ્થાનું કારણ બને છે, કર્મ ટળી જતાં સંસારી જીવ મુક્ત થાય છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે “áવા gવાથી અwiાઢાડવદ્ધા ! काले विजुज्जमाणा सुहदुक्ख दिति भुजंति ” ॥
“ જીવ અને કર્મ પુદ્ગલ પરસ્પરમાં ગાઢપણે મળી જાય છે. વખત આવ્યે તે છૂટા પણ પડે છે. જ્યાં સુધી જીવ અને કર્મ પુદ્ગલ સાથે ભળી ગએલા હોય છે ત્યાં સુધી કમ સુખ દુઃખ આપે અને જીવને એ ભોગવવાં પડે.”
કર્મના વિષયમાં જૈન દર્શનમાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. કર્મ પુદ્ગલ-સ્વભાવ Material છે, અને કર્મ રૂપી અજીવ દ્રવ્યની સાથે ચૈતન્ય સ્વરૂપ જીવ પદાર્થ શી રીતે મળી જાય છે એ બધી વસ્તુઓ જૈન દાર્શનિકેએ ખૂબીથી વર્ણવી છે. તેઓ કહે છે કે આ વિશ્વ, સૂક્ષ્માતિસૂક્ષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org