________________
પિતે જ અનુપમ અવસ્થા પામી સહેજે આત્માને વિષે પ્રવેશ પામે. આત્મા સાક્ષાત સંબંધે ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ નહીં હોવા છતાં પરોક્ષ ભાવે કત છે, અને એટલા જ સારૂ વ્યવહાર દષ્ટિએ પુદગલ કર્મને કર્તા હોવાનું મનાય છે.
ટુંકામાં, કમ સંબંધી જૈન સિદ્ધાંત અહીં નિરૂપ્યો છે. ન્યાદર્શનના મતાનુસાર કર્મ એટલે પુરૂષકૃત પ્રયત્ન માત્ર છે એ આપણે ઉપર જોઈ ગયા. એ પ્રકારના પ્રયત્નનું ફળ અનુભવવામાં ન આવ્યું ત્યારે ગૌતમને કર્મળનિયંતા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવાની ફરજ પડી. કર્મની સાથે ફળને સંગ ઈશ્વરાધીન છે એ સિદ્ધાંત એણે સ્થાપે.
બૌદ્ધ મતાનુસાર કર્મ એ કેવળ પુરૂષપ્રયત્ન જ નથી, એ એક મહાન વિશ્વવ્યાપાર છે-સંસાર નિયમ છે-સંસારના પાયા જ એની ઉપર પડ્યા છે. કર્મ જ સંસ્કારની મારફત કર્મફળ ઉપજાવે છે. બૌદ્ધો કર્મફળ નિયતા ઈશ્વરને નથી માનતા.
જૈન મત પ્રમાણે કર્મ એક જાગતિક વ્યાપાર છે. ઈશ્વર નિરપેક્ષ કર્મ પોતેજ ફળ ઉપજાવવાને શક્તિમાન છે. કોઈ કોઈ વાર વિવિધ કારણવશ કર્મનું ફળ ભલે જોવામાં કે અનુભવવામાં ન આવે છતાં કર્મનું ફળ અનિવાર્ય છે એ જૈન સિદ્ધાંતને સાર છે. જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ એ માત્ર પુરૂષ પ્રયત્ન જ નથી તેમ એ નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી. કર્મ પુદગલસ્વભાવ છે અર્થાત Material. છે. કર્મના આશ્રવથી નિશ્ચયતઃ શુદ્ધ અને વ્યવહાર દષ્ટિએ અનાદિબદ્ધ છવ પુનઃ બંધાય છે. નિશ્ચય નયની નજરે જીવ રાગદ્વેષાદિ ભાવોનો પિતે કર્તા છે. જીવ કર્મ પુદગલનું ઉપાદાન કારણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org