________________
૧
માનિમિત્તો ચળ્યો.. માયો વિરાટ્રોસમોનુવો । ( ૫'ચાસ્તિકાય ) અન્ધમાં ભાવ નિમિત્ત છે અને રતિ, રાગ, દ્વેષ મેહ યુક્ત ભાવેશ અન્ધનાં કારણ છે.
રાગ દ્વેષાદિ ભાવપ્રત્યયમાંથી, મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગ ઉદ્ભવે છે. અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા ભાવપ્રત્યય અથવા મિથ્યાદર્શનાદિ પંચવિધ ભાવ કર્મના કર્યાં છે. એ રીતે અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે પણ જીવ કર્મો પુદ્ગલના કર્તા નથી,
શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય અનુસારે આત્મા કર્મ પુદ્ગલના કર્તા ન હોવા છતાં વ્યવહાર નયને અનુસરી જીવ દ્રવ્યઞધ અથવા દ્રવ્ય કર્મના કર્તા છે. મિથ્યાત્વાદિ ભાવકના ઉદયને લીધે આત્મા એવી સ્થિતિમાં મૂકાય છે કે જેને લીધે આત્મામાં દ્રવ્ય કર્મ યા તા કર્મ પુદ્ગલને આશ્રવ થાય અને તેથી જીવ બંધ બાંધે; અને બંધના કારણે આત્મા પુદ્ગલ કર્મનાં મૂળ સ્વરૂપ સુખ દુઃખાદિ ભોગવે. ઉપર જે વિગત આપી છે તે પરથી ખાત્રી થશે શુદ્ધ નિશ્ચયનયની વાત એક કારે રાખીએ તેા પણ અશુદ્ધ નિશ્ચયનયની નજરે આત્મા પુદ્ગલ કર્મોના કર્તા નથી. એ ચૈતન્યસ્વરૂપ છે, એટલે એ કર્મીનું ઉત્પાદન કારણ પણ હાઇ શકે નહીં, અને નથી. ભાવકને લીધે આત્મામાં કર્મવણાને આશ્રવ થાય છે તેથી આત્માને સીધી રીતે–સાક્ષાત સંબંધે આશ્રવના નિમિત્ત કારણરૂપે પણ માની શકાય નહીં. આત્મા માત્ર પોતાના ભાવાના કર્યાં છે. નિશ્ચયનયને એ જ સિદ્ધાન્ત છે. એટલું છતાં ભાવ પ્રત્યય અથવા ભાવકના ઉદયથી આત્મા એવી અવસ્થા પામે છે કે જેથી ક`પુદ્ગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org