________________
દાખલો રજુ કરે છે. વૃક્ષ બીજને આધીન છે એ વાત કબુલ રાખીએ, અને એ જ નિયમે કર્મફળ કર્મને આભારી છે એ વાત સ્વીકારીએ, પરંતુ વૃક્ષની ઉત્પત્તિ એકલા બીજની અપેક્ષા નથી રાખતી, હવા-પાણી–પ્રકાશ વિગેરેની જરૂર રહે છે. કર્મફળની બાબતમાં પણ એ જ પ્રમાણે ઈશ્વરની જરૂર રહે છે.
ન્યાયદર્શનને મૂળ અભિપ્રાય એ છે કે ઈશ્વર કર્મથી જૂદો છે, પણ કર્મની સાથે ફળની યોજના કરી દે છે. પરતુ ઈશ્વર આવી બાબતમાં માથું મારે એ વાત ઘણું દાર્શનિકોને પસંદ નથી. તેઓ તેને અસ્વીકાર કરે છે. પ્રાચીન ન્યાયમાં, કર્મ અને કર્મફળવાદની યુક્તિ ઉપર જ ઈશ્વરનું અસ્તિત્વ આધાર રાખી રહ્યું છે. નવા તૈયાયિકે એ યુક્તિ વિષે બહુ આસ્થા નથી રાખતા. કર્મની સાથે ફળને જોડવા સારૂ ઈશ્વરનો સ્વીકાર કરે તેને બદલે ફળને સંપૂર્ણ કર્યાધીને માનવું, અર્થાત કર્મ પિતે જ પોતાનાં ફળ ઉપજાવે છે એ નિર્ણય માન વધારે ઠીક લાગે છે. બૌદ્ધ દાર્શનિકે એ જ અભિમત ઉચ્ચારે છે;
કર્મને લીધે જ આ સંસાર પ્રવાહ વહે છે; બીજા દર્શનકારેની જેમ બૌદ્ધ દર્શન પણ એ વાત માન્ય રાખે છે, પરંતુ ગૌતમના અને બુદ્ધિના કર્મ વચ્ચે થોડે ફેર છે. બૌદ્ધો કમ કેને કહે છે તે સમજવા સારૂ સંસારનું સ્વરૂપ પહેલાં સમજી લેવું જોઈએ. બૌદ્ધ માન્યતા પ્રમાણે સંસાર એટલે એક અનાદિ, અનન્ત, નિઃસ્વભાવ ધારાપ્રવાહ બુદ્ધદેવ એક સ્થળે કહે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org