________________
૩૭
મતલબ કે જૈન દષ્ટિએ એક અદ્વિતીય સત્ય સ્વરૂપ બ્રહ્મ જેવું કઈ જ નથી અને ઈશ્વર પણ બ્રહ્મ નથી.
તે પછી ઈશ્વર એટલે શું સમજવું ? મધ્યયુગમાં, યુરોપમાં, ખ્રીસ્તીઓ ઈશ્વરને મોટે ભાગે “પૂર્ણસત્ત્વ” (Perfect being) અથવા જગતપિતારૂપે ઓળખાવતા. આ “ પૂર્ણસત્વ” વાદીઓનો યુક્તિવાદ Ontological Argument ના નામથી પ્રસિદ્ધ છે. સેંટ
ગસ્ટિન કહે છે “માણસ-બંધનદશા ભગવતે માણસ, અલ્પજ્ઞ, હવશ માણસ સંપૂર્ણ સત્યની ધારણ કરી શકે એ કઈ રીતે સંભવિત છે ? જગતની પાછળ સત્યના પરિપૂર્ણ આદર્શરૂપે, આધારરૂપે “પૂર્ણસત્ત્વ” છે એટલે જ પામર મનુષ્ય સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. આ પૂર્ણસત્ત્વ એ જ ઈશ્વર.”
એજ એક બીજો દર્શનકાર આ સેલ્સ કહે છેઃ સત્ પદાર્થ-સમૂહની અંદર એક ક્રમ દેખાય છે. વ્યક્તિમાંથી જાતિ અને જાતિમાં પણ ઉચ્ચ-ઉચ્ચતર–ઉચ્ચતમ એવી તરતમતાં દેખાય છે એ ઉપરથી કોઈ એક એનું પરિપૂર્ણતમ સર્વ છે અને એ સત્ત્વ બધી જ જાતિઓ ઉપર અધિકાર ભોગવે છે એમ સિદ્ધ થાય છે. એ યુક્તિના આધારે આ દર્શનકાર “ જાતિ–શિરેમણિ, પરિપૂર્ણતમ સત્ત્વને ઈશ્વરરૂપે ઓળખાવે છે. એ અસત હોય તો પૂર્ણતમ સર્વ જેવું કંઈ ન સંભવે, કારણ કે સતપણું ન હોય તો પછી પૂર્ણતા સંભવે શી રીતે ? - વર્તમાનયુગના આરંભમાં દાર્શનિક ડેકાર્ટ પણ થોડે ઘણે અંશે પૂર્ણસત્ત્વવાદનો જ પ્રચાર કર્યો હતો. એ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org