________________
આવે તે ધર્માદિ સૂક્ષ્મ વિષયો એની જાણબહાર રહી જવાના. અનુમાનથી એ સકળ પદાર્થ જાણે છે એમ કહે તે આપણામાં અને સર્વજ્ઞમાં કઈ ભેદ જ કયાં રહે છે ? બીજી એક વાત પણ યાદ રાખવી જોઈએ. અનુમાન અથવા આગમથી જે જ્ઞાન થાય છે તે અસ્પષ્ટ હોય છે. સર્વને એવું અસ્પષ્ટ જ્ઞાન ન હોય. એવા અસ્પષ્ટ જ્ઞાનવાળાને સર્વ કહી શકાય નહીં.
| સર્વજ્ઞત્વ એટલે શું ? પદાર્થમાત્રનું જ્ઞાન એ જ સર્વજ્ઞતા, એમ જે કહો તો બીજો સવાલ એ છે કે એ પ્રકારનું પદાર્થ માત્રનું જ્ઞાન કઈ રીતે સંભવિત છે ? ક્રમે ક્રમે સર્વ પદાર્થોનું જ્ઞાન થાય એ યુક્તિ પણ ટકી શકે એવી નથી. કારણ કે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનકાળમાં પણ જે પદાર્થોની ઉત્પત્તિ થઈ છે–થઈ રહી છે–થવાની છે એની સંખ્યાને પાર પામી શકાય નહીં. ક્રમે ક્રમે જાણવાનો પ્રયત્ન કરીએ તો એ અપૂર્ણ જ રહી જાય. વળી જે એમ કહો કે યુગપણે સમસ્ત પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞમાં હોય છે તો પણ એ વાત ઠીક નથી, કારણ કે શીત-ઉણાદિ પદાર્થો તો પરસ્પરના વિરોધી છે અને એવા પરસ્પર વિધી પદાર્થોનું એક જ ક્ષણે જ્ઞાન શી રીતે સંભવે ? મુખ્ય મુખ્ય પદાર્થોનું જ્ઞાન થાય એટલે એમાં બધું આવી ગયું એમ કોઈ કહે તો પણ એ ઠીક નથી, કારણ કે બીજા પદાર્થોના જ્ઞાન વિના એને સર્વજ્ઞ કહી શકાય જ નહીં. સર્વજ્ઞતા અસંભવિત છે એ જ મીમાંસકોનો કહેવાનો મુખ્ય આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org