________________
૪૩
જૈનાચાર્યો હવે એને યુક્તિ અને પ્રમાણપુર:સર જવાબ વાળે છે. તેઓ કહે છેઃ
ચક્ષુમાં જોવાની શક્તિ છે, પણ અંધારામાં એ શક્તિ કઈ કામ કરી શકતી નથી. એ અવ્યક્ત રહી જાય છે. પ્રાતઃકાળે પૂર્વ દિશામાં જ્યારે સૂર્યનાં કિરણૢ પ્રકટે છે, રાત્રિના અધકાર ઓગળે છે ત્યારે રૂપને ગ્રહણ કરનારી લાચનશક્તિ કામ કરે છે, આસપાસના પદાર્થ જોઈ શકાય છે. આત્માના વ્યાપાર પણ એવા જ પ્રકારના છે. જગતના સઘળા જ પદાર્થો જોવાની-જાણવાની એનામાં શક્તિ છે, સત્તતા અને સ્વભાવ છે; પણ અનાદિ જ્ઞાનાવરણીયાદિ કર્મોના સયેાગથી એ એમની એમ પડી રહે છેઃ એના સનત્વ-સ્વભાવ અપરિસ્ફુટ રહે છે. સમ્યક્ તપરચાવડે જ્યારે જીવના કમળ બળી જાય ત્યારે જ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને સજ્ઞતાને પામે. આ વાત સમજવામાં પણ એટલી જ સરલ છે.
પદાર્થ માત્રને ગ્રહણ કરવાની શક્તિ તથા સ્વભાવ આત્મામાં છે કે નહીં ? એ વિષે વિવાદને સ્થાન નથી. વ્યાપ્તિજ્ઞાનવડે ભૂત, ભવિષ્ય, વર્તમાન, દૂર, અનામત વિગેરે સધળા જ વિષયાને અંગે પ્રતીતિ જેવું જન્મે છે. એમ તા મીમાંસા પાતે કબૂ લ કરે છે. વળી તેએ એટલુ પણ સ્વીકારે છે કે આગમ-પ્રમાણના આધારે ભૂત, ભવિષ્ય અને દૂર-દૂરના પદાર્થોની ઉપલબ્ધિ થઈ શકે. એને અથ એટલે જ કે સમસ્ત પદાર્થ જાણવાની જીવમાં શક્તિ છે. મીમાંસકોએ માનેલુ આગમ–પ્રમાણ પોતે જ પર્યાપ્ત છે.
જેના કહે છે કે પ્રત્યક્ષપણે સર્વ પદાર્થોનું જ્ઞાન થઇ શકે નહીં, એમ ન માનશેા, આપણી પ્રત્યક્ષ ઈન્દ્રિય અનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org