________________
૩૧
પ્રાચીન યાહૂદીએ કહેતા કે “ ઈશ્વરે તે માસાને સારૂ સામાન્યતઃ સુખની જ વ્યવસ્થા કરી હતી, પરંતુ માણસ સીધે માર્ગે ન ચાલ્યા, અવળે માર્ગે ઉતર્યાં-એટલે જ ઇન ઉદ્યાનમાંથી એને રા મળી. એ અતિ જુના કાળના પાપની સજા માણસ જાત આજે ભાગવી રહી છે. એ પાપના પરિણામે માનવજાત વશપરંપરાથી રોગ, શાક, મૃત્યુ વિગેરે યંત્રણાઓ વેઠે છે.” કેટલી વિચિત્ર વાત છે ? આદમ અને ધ્રુવના પાપનો સજા, કાળની આઢિથી માંડી આજ ઘડી સુધી એના વંશવારસને ભાગવવી પડે એમાં કરૂણામયની કરૂણા ક્યાં રહી ? ભારતવર્ષ માનવજાતિનાં દુઃખ, કષ્ટ, જન્મ જરા, મૃત્યુ વિષે જે ખુલાસા આપે છે તે કંઈક યુક્તિસોંગત છે. નૈયાયિકા વિગેરે ભારતીય દાર્શનિકો માને છે કે જીવનાં સુખ-દુ:ખ એ એનાં પેાતાનાં પરિણામ છે. કળ અથવા અદૃષ્ટને લીધે જન્મજન્માંતરમાં જીવ ભાગાયતન દેહાદિ મેળવી, કર્માનુસારે સુખ-દુઃખાદિ અનુભવે છે. ઇશ્વર કાળુ છે, છતાં જીવને પેાતાના અદૃષ્ટને લીધે દુ:ખા ભાગવવાં પડે છે. નૈયાયિકા આ સંબંધમાં જે દલીલ આપે છે તે સમજવા જેવી છે. તે કહે છે કે ઃ મહાભૂતાદિમાંથી દેહ નિર્માય છે, પણ કેવા પ્રકારના ભાગને ઉપયાગી દેહ કરવા એના આધાર અદૃષ્ટ ઉપર છે. મહાભૂત અને અદૃષ્ટ અને અચેતન છે. એથી કરીને મહાભૂત અને અને સહાય કરવા, જીવને એના કર્મોના અદલે આપવા એક સચેતન સરજનહારની જરૂર છે.’ ન્યાયાચાર્યાંના મતાનુસાર આ સરજનહાર એ જ ઈશ્વર,
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org