________________
વેદાનત એક થઈ જાય છે, પણ એ બને અભેદ નથી–બમાં પાર્થક્ય છે. વેદાનિક જીવાત્માની સત્તા સ્વીકારી, એટલેથી જ અટકતું નથી. દર્શન-જગતમાં તે એક ડગલું આગળ વધે છે અને ખુલ્લી રીતે કહે છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કંઈ ભેદ નથી. વેદાન્ત મત પ્રમાણે આ ચિદચિન્મય વિશ્વ, એક-અદ્વિતીય સત્તાનો વિકાસ માત્ર છે, “હું તે છું; ” વિશ્વનું ઉપાદાન તે જ છે. હું કંઈ તેનાથી ભિન્ન અથવા સ્વતંત્ર સત્તા નથી. આ બહારનું અંતહીન જગત-જે મારાથી સ્વતંત્ર દેખાય છે તે પણ તેનાથી જૂ ૬ અથવા સ્વતંત્ર નથી. એક અદ્વિતીય સત્તાનો જ આ બધો વિલાસ છે–તમે અને હું --ચિત અચિત્ એવી કઈ વસ્તુ નથી કે “સત્યય સચ”થી જૂદી પડે.
વેદાન્તને આ “વવાદ્વિતીયમ્” વાદ ઘણે ગંભીર અને જમ્બર છે. પણ સાધારણ માણસ એટલી ઉંચાઈએ પહોંચી શકે કે કેમ તે એક સવાલ છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે એટલે અનુભવ કરી શકે, પણ માણસ માણસની વચ્ચે કંઈ ભેદ જ નથી. મન એક જડ પદાર્થ છે અને બીજા નજરે જણાતા પદાર્થોમાં કોઈ પ્રકારનો ભેદ નથી; આવી વાતો વિચારતાં તો તેની બુદ્ધિ પણ બુકી બની જાય, અને ધારે કે કોઈ બુદ્ધિમાન એવો સિદ્ધાન્ત કરી બેસે કે હું બીજા બધા કરતાં જ દો છું–સ્વતંત્ર છું, મારે બીજે જડ– ચેતન સાથે કંઈ સીધે સંબંધ નથી અને ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો ભર્યા છે–તો તેને એ સિદ્ધાન્ત છેક યુતિરહિત છે એમ આપણે કઈ રીતે કહી શકીએ? સાચું પૂછો તો એ સિદ્ધાન્ત સાવ કાઢી નાખવા જેવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org