________________
એક બીજી વાત અહીં આપણું લક્ષ ખેંચે છે. પ્રત્યેક માણસ, પિતે પણ ન સમજે એવી રીતે પિતાનાથી ઉચ્ચતર, મહત્તર અને પૂર્ણતર એક આદર્શ કપે છે. ભકતો માને છે કે એક એવો પુરૂષ, એક એવો ઈશ્વર, પ્રભુ યા પરમાત્મા છે કે જે દરેક વાતે પરિપૂર્ણ છે. સુમહાન, પવિત્ર, આદર્શ, પૂર્ણજ્ઞાન–વીય–આનંદને આધાર એવાં એક પુરૂષ પ્રધાનમાં મનુષ્યમાત્રને, કુદરતી રીતે જ શ્રદ્ધા જન્મે છે. અભુત દૈવી શકિતમાં વિશ્વાસ મૂકવો એ ધર્મ હોય તો મનુષ્યોને માટે એ બહુ સહજ છે. જ્ઞાન, વીર્ય, પવિત્રતા વિગેરે વિષયમાં આપણે બહુ પામર છીએ, પરિમિત છીએ, પરાધીન છીએ. એટલે જે વિષયમાં આપણે આગળ વધવા માગીએ છીએ-અધિકાર મેળવવા વાંછીએ છીએ તે જેનામાં ઉજજવળ અને પરિપૂર્ણપણે હોય એવા શુક, નિષ્પાપ પ્રભુ અથવા પરમાત્મામાં આપણે શ્રદ્ધા ધરાવીએ એમાં કંઈ આશ્ચર્યની વાત નથી.
ટીકાકારોની વાત એક બાજુ રહેવા દઈએ. સાંખ્ય દર્શનમાં એવા કેઈ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. પવિત્ર પરમાત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા ધરાવવાની મનુષ્યપ્રાણુને કુદરતી પ્રેરણા જન્મે છે તેને સંતોષવાનો યોગદર્શને પ્રયત્ન કર્યો છે. • સાં ની જેમ ગદર્શન આત્માની સત્તા અને સંખ્યા સ્વીકારે છે, પણ તે એક પગલું આગળ વધે છે. જીવમાત્રનો અધીશ્વર, અનન્ત, આદર્શરૂપી એક પરમાત્મા હોવાનું તે ઉપદેશે છે. અહીં ગદર્શન અને જેના દર્શન વચ્ચે સમાનતા દેખાય છે. ગદર્શનની જેમ જેને પણ પ્રભુ, પરમાત્મા અથવા અરિહંતને માને છે. જેનોના ઈશ્વર જગતના સ્રષ્ટા નથી છતાં તે આદર્શરૂપ, પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ તે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org