________________
૧૦ કર્મ બંધનને કારણે સંસારમાં જે સુખ-દુઃખ ભગવે છે એ વાત બૌદ્ધ દર્શનની જેમ જૈન દર્શન પણ સ્વીકારે છે. બૌદ્ધ મતની જેમ જૈન દર્શન વેદ-શાસન અમાન્ય કરે છે અને ચાર્વાકના ઇન્દ્રિય ભોગવિલાસને તુચ્છકારી કાઢે છે. અહિંસા અને વૈરાગ્ય જ આદરવા યોગ્ય છે એમ જૈન અને બૌદ્ધ સાથે મળીને સમસ્વરે ઉચ્ચારે છે. ખાસ કરીને જનમતમાં અહિંસા અને વૈરાગ્ય ઉપર તો ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આમ બહારથી એક સરખા દેખાતા જૈન દર્શન અને બૌદ્ધ દર્શન વચ્ચે ઘણો પ્રભેદ છે. બૌદ્ધ દર્શનના પાયામાં જે નબળાઈ છે તે જૈન દર્શનમાં નથી.
પરીક્ષા કરવાથી સ્પષ્ટ દેખાઈ આવશે કે બૌદમતની સુંદર અટ્ટાલિકાનો નીતિન પાયે સાવ કાચો છે. વેદ-શાસનને અમાન્ય કરવાનો ઉપદેશ તો બરાબર છે, અહિંસા અને ત્યાગનો આગ્રહ પણ સમજી શકાય છે, કર્મબંધન છેદવાની વાત પણ અર્થવાળી છે, પરંતુ આપણે બૌદ્ધ દર્શનને જ્યારે એમ પૂછીએ કે; “ આપણે કોણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે અને જેને સાધ્ય માનો છો તે શું છે ?” ત્યારે તે જે જવાબ આપે છે એ સાંભળીને તો આપણે થીજી જ જઈએ છીએ. તે કહે છે કેઃ “આપણે એટલે શુન્ય–અર્થાત કંઈ નહીં.” ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાંજ અથડાવાનું ? અને આખરે પણ શું અસાર એવા મહાશ માં જ સૌએ મળી જવાનું ? એ ભયંકર મહાનિર્વાણ અથવા અનન્તકાળવ્યાપી મહા નિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણુએ કઠોર સંયમાદિ શા સારૂ રવીકારવા ? મહાશન્યને અર્થે જીવનનાં સામાન્ય સુખ શા સારૂ જતાં કરવાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org